અમદાવાદમાં વરસાદ ભારે પડે તો ખાડા, ભુવા અને ગટરમાં પણ પડી શકો છો!

Spread the love

             મેટ્રો રેલવે માર્ગો પર નવરંગપુરા, વેજલપુર, નવા વાડજ સહિતના રસ્તાઓ પર ખાડાઓ છે જે ચંદ્ર પર ખાડા જેવા લાગે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા સમયથી ટકાઉ રસ્તાઓનું વચન આપતું હતું, પરંતુ એક વરસાદ અને નાગરિક અધિકારીઓનાં તેમના ખોટા વચનો ખુલ્લા પડી ગયાં છે. છેલ્લા બે દિવસથી શહેરમાં છૂટાછવાયા ઝાપટા વરસ્યા છે. પરંતુ તેની અસર શહેરના માર્ગો પર અનુભવાઈ છે. પશ્ચિમ અને પૂર્વી ભાગોના રસ્તા ધોવાઈ ગયા છે, જ્યારે વેજલપુર, નવા વડજ, નવરંગપુરા સહિતના મેટ્રો રૂટો પર સર્વિસ રોડ ખાડાથી ભરેલા છે. ગટરનાં જાેડાણમાં નબળી ગુણવત્તાને લીધે, કેમીકલનાં લીધે ગટરમાં પાઇપલાઇન નબળી પડવાનાં લીધે અને જુની ગટર લાઇનમાં લીકેજ ભગાણ હોય તેવા કારણો ખાડા પડવા માટે રહેલા છે. રસ્તાઓ પર ખાડા કે ખાડામાં રસ્તો એ ખબર પડતી નથી. અમદાવાદમાં લગભગ ૭૫ જેટલા ભુવા એક વર્ષમાં પડ્યા છે. ખરાબ રસ્તાને કારણે અકસ્માતને પણ આમત્રણ મળે છે. પ્રજા ટેક્સ ભરે તો પણ રસ્તાઓની હાલત ખાડા વાળી કેમ? રાજ્યમાં ૨૧૧૧૯ કિ.મી. ગ્રામ્ય રસ્તાઓ છે. પણ ગ્રામ વિસ્તારોને જાેડતા રોડ પણ તુટ્યા છે. વેજલપુરના શ્રીનંદનગર ખાતે મેટ્રો રૂટ પર આવવું વાહન ચાલકો માટે જાેખમી છે. એએમસીના રસ્તાઓ અને મકાન સમિતિના અધ્યક્ષનો દાવો છે કે ક્યાંય રસ્તા ધોવાયા નથી. તેમણે કહ્યું, “જાે રસ્તો ધોવાઈ ગયો હોય તો અમને બતાવો.”વરસાદના બે દિવસમાં, શહેરના કેટલાક રસ્તાઓ પર ચંદ્ર પરના ખાડાઓ જેવા મળતા મોટા ખાડા છે. પ્રભાત ચોકથી નારણપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડ સમાધાનનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે.પલ્લવ ચાર રસ્તા ઉપરના રસ્તાઓ પણ બગડેલા છે. ભૂગર્ભ આરસીસી નળીના કામની કામગીરીને કારણે આશ્રમ રોડ પણ ખાડાઓથી ભરેલો છે. પૂર્વ વેસ્ટ્રલ, ન્યુ નિકોલ, લાંભા જેવા વિસ્તારોમાં કેટલાક રસ્તાઓ ખાડાટેકરા જેવા હોય છે કે વાહનચાલકો પણ ત્યાંથી પસાર થવાનું ટાળે છે.અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલી કેચપીટના ઢાંકણાઓ તૂટેલા અને સાવ હલકી ગુણવત્તાના હોવાની કોર્પોરેટરોની ફરિયાદ બાદ શહેરમાં આવેલી કેચપીટની જાળીઓનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવશે. શહેરમાં કેચપીટ અને ઢાંકણાઓ તૂટેલી હાલતમાં હોવાની ફરિયાદ બાદ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મોડલ રોડ એવા ન્યૂ સીજી રોડ પર આવેલી ગટરના ઢાંકણાઓની હાલત વિશે રિયાલિટી ચેક કર્યું હતું.ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પર જનતાનગર ચાર રસ્તાથી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ચાર રસ્તા સુધીના લગભગ સાડા ત્રણ કિલો મીટર વિસ્તારમાં આવેલા ગટરના ઢાંકણાઓની જાત તપાસ કરી હતી.ન્યુ સીજી રોડ પર બંને તરફ નાના-મોટા કુલ ૧૧૫ જેટલા ગટરના ઢાંકણા આવેલા છે. જેમાં ૮ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં અથવા નીચે બેસેલા જાેવા મળ્યા હતા. કેટલાક ઢાંકણાની આસપાસ ખાડા કરેલા જાેવા મળ્યા હતા. ન્યૂ સીજી રોડ પર આવેલા મહેસાણા અર્બન કો.ઓ. બેંક પાસે આવેલા ચાર રસ્તા પાસે વળાંકમાં જ આવેલી ગટરનું ઢાંકણું આસપાસથી તૂટેલું જાેવા મળ્યું હતું.ત્યાંથી આગળ જતાં રાજધાની પાન પાર્લર ચાર રસ્તા પાસે ગટરનું ઢાંકણું એક તરફ નમી ગયેલી હાલતમાં જાેવા મળ્યું હતું. જાે આ ઢાંકણા પર ભારે વાહન કે વધુ માલસામાન ભરેલું વાહનનું ટાયર પડે તો ચોક્કસ ટાયર આખું ખાડામાં ઉતરી જાય તેવી હાલતમાં જાેવા મળ્યું હતું.ન્યૂ સીજી રોડ પર આવેલી અને જાણીતા ચાર રસ્તા એવા સાકાર સ્કૂલ પાસે તપાસ કરી ત્યારે રોડ પર જ આવેલા ગટરના ઢાંકણાની આસપાસમાં જ ખાડા પડી ગયેલા જાેવા મળ્યા હતા. આખા ખાડા પડેલા હોવાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાતા જાેવા મળ્યા હતા. ત્યાંથી આગળ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ચાર રસ્તા પહોંચતાં પહેલા જ અને બમ્પની આગળ એક ગટરનું ઢાંકણું આવેલું છે જે રોડની બરાબર વચ્ચે જ છે. જે એક તરફ દબાયેલું જાેવા મળ્યું હતું. જાે આ ઢાંકણા પર પણ ભારે વાહનનું ટાયર પડે તો ગટરમાં ટાયર ફસાઈ શકે છે.કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સીજી રોડ મોડલના નામે કરોડોના ખર્ચે બનાવેલા ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પર સીજી રોડ જેવી કોઈ સુવિધાઓ કે કશું છે જ નહીં માત્ર નામ સીજી રોડ આપવામાં આવ્યું છે. રોડ પરની ગટરના ઢાંકણાઓ તો તૂટેલી હાલતમાં જાેવા મળ્યા જ છે. આ ઉપરાંત તેની સમાંતર આવેલી કેચપીટના ઢાંકણા પણ તૂટેલા જાેવા મળ્યા હતા. કુલ ૧૦ જેટલી કેચપીટના ઢાંકણા પણ તૂટેલા જાેવા મળ્યા હતા. જ્યારે અનેક કેચપીટની હાલત ખરાબ જાેવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com