GJ-18 હાલ બે વિભાગમાં વેહચાયેલું છે. પ્રથમGJ-18 ચ-૦ થી ચ-૭ અને ઘ-૦ થી ઘ-૭ સુધી ત્યારે હવે નવા વિસ્તારો GJ-18 એવા સણ જ્યાં છેલ્લા નામો આવે છે, તેવા કુંડાસણ ,રાયસણ, રાદેસણ, સરગાસણ જેવા વિસ્તારોમાંથી GJ-18 ડેવલપમેન્ટ થયું છે. ત્યારે જ્યાં છેલ્લે ગામના નામ પાછળ સણ આવે છે.ત્યાં કોથળા ભરીને પ્રશ્નો મણ છે.ત્યારે પોતાની નાની વચતો, લોનો લઈને પ્રાઇવેટ બિલ્ડરો પાસેથી મકાનો ખરીદ્યા બાદ પણ પરેશાની ઓછી થતી નથી.ત્યારે GJ-18 ના સાર્થક એરા નામની કંપની દ્વારા જે ફ્લેટો, મકાનો બનાવવામાં આવ્યા છે તેમાં અનેક ગ્રાહકો દ્વારા ફ્લેટોના પ્રશ્ને રેરા સુધી પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ન્યુ GJ-18 ખાતે આવેલા સાર્થક એરા (વિહાન ડેવલપર) દ્વારા ્ઁ-૯ સરગાસણ ખાતે બિલ્ડર દ્વારા મકાનો બિલ્ડીંગની નીચે વ્યવસ્થિત ઇઝ્રઝ્રનું ફ્લોરિંગ ન કરતાં પાણી બેઝમેન્ટમાં પડી રહ્યું છે અને પાણી ભરવાથી મચ્છર જન્ય રોગો ફેલાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે બિલ્ડિંગના સભ્યોએ ગુડાથી લઈને રેરા સુધી ફરિયાદ કરવા છતાં રેરા દ્વારા કોઇ જ પગલાં બિલ્ડર સામે લેવામાં આવ્યા નથી. સાર્થક નો મતલબ સારથી ન્યાય પણ સાર્થક નામ દર્શન ખોટે જેવો ઘાટ સર્જાતા રહેવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે. રાજ્ય સરકારે ગુડા તથા રેરા જેવી સંસ્થાઓ ઉભી કરીને જે પ્લાન પાસ થી લઈને ગ્રાહકોની જે ફરિયાદ હોય તેનું નિરાકરણ લાવા મદદરૂપ ના આશયથી ઉભી કરવામાં આવી છે ત્યારે રેરા દ્વારા આ બિલ્ડર સામે હજુ સુધી કોઇ કાર્યવાહી ન કરતાં ફ્લેટ ધારકો પણ રોષે ભરાયા છે.રેરા તેરા ક્યા કહના? જેવો ઘાટ સર્જાયો છે ત્યારે એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવેલ કે રેરા અને બિલ્ડરની મિલીભગત છે, તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે લાખો રૂપિયાનાં નાણાંથી ખરીદેલ મકાનમાં સમસ્યા સામે સમસ્યા આવી રહી હોય ત્યારે હવે પ્રાઇવેટ બિલ્ડરો પાસેથી મકાનો ખરીદવા એ પણ હવે એક સમસ્યા સર્જાઇ રહી છે.
વધુમાં એક ગ્રાહકે જણાવેલ કે, બિલ્ડર દ્વારા ફ્લેટ માટે ય્જી્ ભરવા નાણાં ફ્લેટ ધારકો પાસેથી રોકડમાં લીધેલ છે. તેથી પણ, ય્જી્ ભર્યાની પહોંચ કે રસીદ કોઈ ગ્રાહકને આપેલ નથી. અને ફ્લેટમાં ફ્લેટધારકોની અનેક ફરિયાદો અને રજૂઆતો જેમાં ફ્લેટોમાં અનેક કામો પડતર અને બાકી છે.
તેનું પણ હજૂ સુધી સોલ્યુશન આવ્યું નથી અને આ સંદર્ભે રેરા માં પણ ફરિયાદ કરેલ હોવા છતાં હજૂ સુધી કોઈ કાર્યવાહી ન થતાં આખરે આવનારા દિવસોમાં ફ્લેટ ધારકોનો ટેમ્પો જામે અને બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ થાય તેવાં એંધાણ સાંપડી રહ્યા છે.