₹13 હજારના ભાડા-મેઇન્ટેનન્સના ઝઘડામાં ખૂની ખેલ! મકાનમાલિક પર હથોડીના ઘા ઝીંકી ગળું દબાવી હત્યા, ભાડૂઆત ફ્લેટ સાફ કરી તાળું મારી ફરાર

Spread the love

13 હજારના ભાડા-મેઇન્ટેનન્સની માથાકૂટમાં હત્યાકાંડ: ભાડૂઆતે જ હથોડીના ઘા ઝીંકી ગળું દબાવી મકાનમાલિકને પતાવી નાખ્યો, હત્યા બાદ ફ્લેટ સાફ કરી તાળું મારી દીધું હતું

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા સ્થિત અંબોડ હાઈવે પર આવેલી પ્રિયંકા ગોલ્ડ સોસાયટીના એક ફ્લેટમાંથી સચિવાલયના 61 વર્ષીય નિવૃત્ત કર્મચારીની નિર્મમ હત્યા કરાયેલી લોહીલુહાણ લાશ મળી આવવાની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને માણસા પોલીસની સંયુક્તટીમોએ સઘન તપાસ હાથ ધરીને સામેના જ ફ્લેટમાં રહેતા ભાડૂઆતની ધરપકડ કરી છે.

 

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, બાકી નીકળતા મકાન ભાડા અને મેઇન્ટેનન્સની ઉઘરાણી દરમિયાન થયેલી બોલાચાલીમાં વૃદ્ધે ભાડૂઆતની પત્ની સામે અણછાજતી ટિપ્પણી કરતાં ઉશ્કેરાયેલા ભાડૂઆતે હથોડીના ઘા ઝીંકી અને ગળું દબાવીને કરપીણ હત્યાને અંજામ આપ્યો હતો.બંધ ફ્લેટમાંથી પલંગ પર લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

 

મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કટકેશ્વર ધાણી ગામના વતની બાબુલાલ ડોડીયાર ગાંધીનગર સચિવાલયમાંપાણી પુરવઠા વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવી વર્ષ 2023માં નિવૃત્ત થયા હતા. તેઓ અંબોડ ગામના પાટિયા પાસે આવેલી પ્રિયંકા રેસિડેન્સીના ફ્લેટ નંબર 502માં એકલા રહેતા હતા, જ્યારે તેમના પત્ની અને સંતાનો ગાંધીનગર રહેતા હતા. મંગળવારે રાત્રે બાબુલાલનો ફોન બંધ આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

 

આસપાસના સંબંધીઓએ જઈને જોતાં દરવાજે બહારથી તાળું લટકતું હતું. વહેલી સવારે ગાંધીનગરથી દોડી આવેલા પુત્ર હરેશે પોતાની પાસે રહેલી ચાવીથી તાળું ખોલી અંદર પ્રવેશતાં જ પલંગ પર પિતાનો રક્તરંજિત મૃતદેહ જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.LCB અને ડોગ સ્ક્વોડની મદદથી સામેના ફ્લેટમાં રહેતો શખ્સ શંકાના દાયરામાં આવ્યો

 

સચિવાલયના નિવૃત્ત કર્મચારીની હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ માણસા પોલીસ, FSL અને ડોગ સ્ક્વોડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ-1 અને 2ની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસને સ્થળ પરથી મહત્વના સુરાગ મળ્યા બાદ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકના જ સામેના ફ્લેટ નંબર 504માં રહેતા રાજકુમાર ખેમચંદ વર્મા પર શંકા ગઈ હતી. લાપી પ્લાસ્ટરનું કામ કરતા રાજકુમારને કસ્ટડીમાં લઈ આકરી પૂછપરછ શરૂ કરાતાં તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી લીધી હતી.

 

ભાડાની ઉઘરાણી અને પત્ની પર ટિપ્પણી કરતાં પિત્તો ગુમાવ્યો

 

LCB પી.આઈ. કેતન રાઠોડ અને માણસા પી.આઈ. જે. બી. ખાંભલાના જણાવ્યા અનુસાર, ફ્લેટ નંબર 504 પણ બાબુલાલની જ માલિકીનો હતો અને તેમણે રાજકુમારને ભાડે આપ્યો હતો. આરોપી પાસે છેલ્લા ત્રણ મહિનાનું ભાડું અને સોસાયટી મેઇન્ટેનન્સ મળીને કુલ ₹13,000 બાકી નીકળતા હતા, જેની સતત ઉઘરાણી કરીને બાબુલાલે ફ્લેટ ખાલી કરવાનું અલ્ટિમેટમ આપ્યુંસર્વિસ રોડ, સ્ટ્રીટલાઈટ અને ડ્રેનેજના કામોમાં પણ વધારાનો જથ્થો મંજૂર

 

આ બેઠકમાં અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ માટે પણ વધારાના નાણાં મંજૂર કરવામાં આવ્યા છે. સરગાસણથી ખ-0 સુધીના ગાર્ડન સર્વિસ રોડના નિર્માણ માટે ₹7.94 કરોડનો વધારાનો ખર્ચ પાસ કરાયો છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સ માટે ₹1.41 કરોડ તેમજ વાસણા હડમતિયા સહિતના વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે ₹91.60 લાખનો વધારાનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે. 18 જેટલા ચાલતા કામોની સમયમર્યાદા લંબાવી આપીને કોન્ટ્રાક્ટરોને દંડની જોગવાઈમાંથી બચાવી લેવાયા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

 

પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન મોંઘું થયું, મુદત 6 મહિના લંબાવાઈ

 

પાટનગરના નાગરિકો માટે પાલતુ શ્વાન રાખવા અંગેના નિયમોમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. શહેરમાં શ્વાન રજિસ્ટ્રેશનની નિર્ધારિત મુદત 15 જુલાઈના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અનેક રહીશોએ નોંધણી કરાવી ન હતી, જેથી તંત્ર દ્વારા આ મુદત વધુ 6 મહિના લંબાવીને 15 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. જોકે આ રાહત સાથે નાગરિકો પર આર્થિક બોજ પણ ઝીંકાયોહતું. મંગળવારે આ મુદ્દે ફરી બોલાચાલી થઈ હતી. તકરાર દરમિયાન બાબુલાલે આરોપીની પત્ની સામે ઈશારો કરીને અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ વાતથી આવેશમાં આવી ગયેલા રાજકુમારે ઘરમાં પડેલી હથોડી ઉપાડી બાબુલાલના માથાના ભાગે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં ગળું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

 

પુરાવાનો નાશ કરી બહારથી તાળું મારી આરોપી પોતાના ઘરે જતો રહ્યો

 

હત્યા કર્યા બાદ આરોપી રાજકુમારે કોઈને શંકા ન જાય તે માટે ફ્લેટમાં પડેલું લોહી સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દરવાજે બહારથી તાળું મારી ચાવી સંતાડીને તે સામે પોતાના ફ્લેટમાં જતો રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે બાબુલાલના પરિવારજનો અને સ્થાનિકો તેમની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે આરોપી ત્યાં હાજર રહી ગોળગોળ વાતો કરીને સૌને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. જોકે પોલીસે પૂછપરછ કરતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *