ગુજરાત પોલીસમાં 13 PSIને PI તરીકે બઢતી:
સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધિન હંગામી પ્રમોશન, નવી જગ્યાએ પોસ્ટિંગગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 13 બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરો (PSI)ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI), વર્ગ-2ના સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા કચેરી દ્વારા આ અંગેનો હુકમ કરવામાં આવ્યો છે. બઢતી સાથે અધિકારીઓને નવી જગ્યાએ પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું છે. આ પ્રમોશન નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સિવિલ અપીલના 6 નવેમ્બર, 2025ના ચુકાદાને આધીનરહેશે.
હુકમ મુજબ PSI કેડર Pay Matrix Level-7 (રૂ.39,900થી 1,26,600) માંથી PI કેડર Pay Matrix Level-8 (३.44,900थी 1,42,400) ધોરણે બઢતી પામશે. બઢતીનો લાભ સંબંધિત તારીખથી આપવામાં આવ્યો છે.
