હોટલો અને રેસ્ટોરાંમાં મિનરલ વોટરની બોટલ પર છાપેલી કિંમત ઉપરાંત કોઈ વધારાના ચાર્જ લઇ શકાતો નથી. તેમ છતાં ઘણી હોટલો બેફામ ભાવ વસૂલી રહી હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી. આવી હોટલો સામે અમદાવાદના એક સામાજિક કાર્યકરે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કેટલીક હોટલો વિરુદ્ધ કાર્યવાહી થઈ અને કેટલીક સામે કેસ કાર્યવાહી હજી ચાલુ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં સાયન્સસિટી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રોહિત પટેલે તોલમાપ વિભાગમાં ફોર અને ફાઇવ સ્ટાર હોટલ સામે ફરિયાદ કરી હતી કે હોટલમાં મિનરલ પાણીની બોટલ પર લખેલી સ્ઇઁ કરતાં વધારે ભાવ લેવામાં આવે છે. એ બોટલ પર નોટ ફોર રિટેલ સેલ લખ્યું હોય છે. આમ છતાં ગ્રાહક પાસેથી વધુ પૈસા લેવામાં આવ્યા હતા. રોહિત પટેલ દ્વારા શહેરની ૧૧ હોટલો સામે વર્ષ ૨૦૧૫માં તોલમાપ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. એ બાદ વારંવાર ફરિયાદ કર્યા પછી કેટલીક હોટલને બે વર્ષ પછી દંડ ફટકારવામાં આવ્યો હતો છતાં પણ ઘણી હોટલની સામે ફરિયાદ કર્યા ને છ વર્ષ થયાં છતાં હજુ કોર્ટ મેટર ચાલતી હોવાનું તોલમાપ વિભાગ દ્વારા રોહિત પટેલને કહેવામાં આવ્યું હતું.રોહિત પટેલના કહેવા પ્રમાણે, દરેક હોટલને કેટલો દંડ કર્યો એની મેં ઇ્ૈં કરી હતી, એનો જવાબ મને મળ્યો છે. મેં આ ૧૧ હોટલ સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પણ ફરિયાદ કરી હતી.કોર્ટે ઘણી હોટલોને પણ દંડ કર્યો હતો. આમ, મારી પાંચ વર્ષની ઝુંબેશથી અત્યારે લગભગ બધી જ હોટલોવાળા પાણીની બોટલ પર લખેલી સ્ઇઁ મુજબ ભાવ લેતા થઇ ગયા છે, તેથી મારી મહેનત સફળ થઇ છે એનો મને આનંદ થયો છે.રોહિત પટેલે જણાવ્યું હતું કે ૨૦૧૭માં હું મારા પરિવાર સાથે આશ્રમ રોડ ખાતેની એક હોટલમાં જમવા માટે ગયો હતો. આ સમયે મેં મિનરલ વોટરની પાંચ બોટલ મગાવી હતી, જે બોટલ પર ૨૦ રૂપિયાની એમઆરપી છાપેલી હતી, એમ છતાંય તેના બિલમાં એક બોટલના ૧૦૦ રૂપિયા લેખે ગણવામાં આવ્યા હતા. મેં જ્યારે બિલ જાેયું તો હું ચોંકી ગયો હતો. મેં હોટલના મેનેજર સાથે આ મુદ્દે વાત કરી અને બંને તરફે ૫૦-૫૦ ટકા રકમ ભોગવી લેવાની વાત કરી પણ તેમણે મને કહ્યું હતું કે આ તો ફાઈવ સ્ટાર હોટલ છે, અહીં ભાવમાં કોઈ ફેર નહીં પડે, તમારે ચૂકવવા જ પડશે. ત્યાર બાદ મેં આવી હોટલો સામે કાર્યવાહી થાય એ માટે એક ઝુંબેશ ઉપાડી અને અલગ અલગ ફાઈવ સ્ટાર અને ફોર સ્ટાર હોટલમાં જમવા માટે ગયો, ત્યાં પણ મને આવું જ જાેવા મળ્યું. આખરે આ બાબતે મેં ગ્રાહક સુરક્ષા તથા તોલમાપ વિભાગમાં ફરિયાદ કરીને લડાઈ શરૂ કરી.રોહિત ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મેં કરેલી ફરિયાદ બાદ હું સતત વિભાગોની તપાસ ક્યાં સુધી પહોંચી એની જાણકારી મેળવતો હતો. ઘણી વાર મેં ઇ્ૈં કરીને પણ જાણકારી મેળવી છે, જેમાં ચોંકાવનારી વાત મારી સામે આવી હતી. ગ્રાહક સુરક્ષા અને તોલમાપ તરફથી એમઆરપી કરતાં વધુ ભાવ લેતી હોટલોમાં મારી ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.