નવી દિલ્હીનાં નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસમાં જવાનું થાય તો એક નવો ફેરફાર જાેવા મળશે. વાત એમ છે કે ગુજરતી મૂળના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવીયાએ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કારભાર સંભળતા જ કેટલાંક નવા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. એ પૈકીનો એક આવકારદાયક ફેરફાર એટલે ‘આઇડિયા બોક્સ’ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવીયા દ્વારા અમલમાં લાવવામાં આવેલો આ પ્રયોગ મંત્રાલયની કાર્યપદ્ધતિમાં ફેરફાર લાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. આઇડિયા બોક્સ એક લાકડાનું બોક્સ છે જે ઓફિસની બહાર લગાવવામાં આવેલું છે અને તેના પર કેપિટલ લેટર્સમાં મોત અક્ષરે “IDEA BOX” એવું લખી દેવામાં આવ્યું છે.ઘણીવાર અધિકારીઓ તેના ઉપરી પાસે સમસ્યા લઈ જતાં ખચકાટ અનુભવતા હોય છે. પરંતુ હવે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ તેમની સમસ્યા અને સમાધાન વગેરે આ બોક્સમાં નાખી શકશે. જે મંત્રાલયની કાર્યપ્રણાલીમાં નવા પ્રાણ ફૂંકશે એવું માનવામાં આવી રહ્યું છે.