ગાંધીનગર જી . એમ . આર .એસ સંચાલીત સિવિલ હોસ્પીટલ માં દર્દી ને પીરસવામાં આવતા ભોજનની દાળ માંથી ગરોળી નીકળતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પીટલ માં વિવિધ વોર્ડ માં દાખલ થયેલા દર્દી ઓને રોજ ના નિયમ અનુસાર બુધવારે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે ભોજન પુરૂ પાડવામાં આવ્યું હતુ. તેમાં એક વોર્ડ માં દર્દી એ ભોજન આરોગ્ય નું શરૂ કર્યું હતું. ત્યારે તેના બાઉલ માં પીરસવામાં આવેલ દાળ માં ગરોળી જાેવા મળતા તે ડરી ગયો હતો અને તેને એકા એક બુમરાણ મચાવી દીધી હતી. જેથી અન્ય દર્દી ઓ જેઓ પણ ભોજન ખાઇ રહ્યા હતા. તેઓ પણ ભોજન માં ગરોળી હોવાનું વાત થી ઉબકા ખાવા લાગ્યા હતા.આ સમયે વોર્ડ માં હાજર નર્સે ડાયેટીશિયન ને જાણ કરી હતી .જેથી તાત્કાલીક દોડી આવેલા ડાયેટિશયને અક્ષય પાત્ર ના ટીફીન અને બાઉલ ની ચકણી કરી સિવિલ સુપ્રિન્ટેનડેન્ટ ને ઘટના ની લેખીત માં જાણ કરી હતી જેથી સિવીલ અધિયક્ષ પણ તાત્કાલીક દોડી આવેલ હતા અને દર્દી ઓના આરોગ્ય ની ચકાસણી કરવા તબીબોને સૂચના ઓ આપી હતી અને તાત્કાલીક અસર થી ભોજન દર્દી ઓને પીરસવાનું બંધ કરી ને હયાત ભોજન નો નાશ કરવામાં આવ્યો હતો .જે દર્દીઓએ ભોજન કરેલ હતું તેવા દર્દી ઇ ખાસ દેખરેખ રાખવાનું સૂચન સ્ટાફ ને અધિક્ષ કે કારેલ હતું મરેલી ગરોળી વાળું ભોજન ક્યાં કન્ટેનર નું હશે તે જાણી શકાયું ન હોવાથી તમામ દર્દી ઓની સંભાળ લેવાય તેવું પણ જણાવાયું હતું .આવખતે અક્ષય પાત્ર ના સંચાલકો ને હાણ કરી હોવાથી તેઓ તાત્કાલીક સિવિલ મા આવી ગયા હતા અને આ બાબતને ગંભીરતાથી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી .અક્ષય પાત્ર સંચાલકો એ તાકીદ કરવામાં આવી હતી. અક્ષય પાત્ર સંચાલકો એ તમામ પાત્રો , ટિફિન , અને ભોજન ની ચકાસણી હાથ ધરી હતી .ભોજન ની દાળ ના બાઉલ માંથી ગરોળી જાેવા મળ્યા ની વાત પ્રસરતા કેટલાક દર્દી ઓ ઉબકા ખાવા લાગ્યા હતા.જ્યારે કેટલાક દર્દી ઓ વોમીટ કરવા લાગ્યા હતા.જાેકે તેઓની ચકાસણી દરમ્યાન ભોજન આરોગનારા એક દર્દી ના આરોગ્ય ને માઠી અસર ન થતા સિવિલ તંત્રે રાહત નો દમ લીધી હતો.