GJ-18 ના ઘ માર્ગ એટલે ટ્રાફિકમય ગણાય ત્યારે શહેરમાં કોમર્શિયલ વિસ્તારો કરતા રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે હોસ્પિટલો , દવાખાનાઓ થી લઈને અનેક વિધ પ્રવૃત્તિઓ બેરોકટોક આવી રહી છે. ત્યારે GJ-18 નામાંકિત હોસ્પિટલ એવી હાઇટેક હોસ્પિટલ પાસેના ઘ માર્ગ ઉપર દર્દીઓના સગાઓ ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેતા આવન-જાવન કરતાં મુખ્ય માર્ગ એવા ઘ માર્ગ ઉપર ટ્રાફિક જામના પણ ઘણીવાર દ્રશ્યો સર્જાય છે. ત્યારે ટ્રાફિક કરતા એક્સિડન્ટના પણ બનાવો બનવા પામે છે. ત્યારે અનેક વખત સૂચનાઓ આપવા છતાં “હમ નહિ સુધરેંગે” તો ઘાટ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ઘ માર્ગ ઉપર આવેલ હાઈટેક હોસ્પિટલ પાસેના રોડ ઉપર દર્દીઓના સગાઓ દ્વારા બેરોકટોક વાહનો રોડ , રસ્તા પર પાર્ક કરી દેતાં ટ્રાફીક પોલીસે ભુંગળા લઇને નીકળવું પડ્યું અને ભૂંગરાજ દ્વારા જે તે વાહનો રોડ રસ્તા પર હતા તે સૂચના આપતા વાહન પાર્ક કરેલા દર્દીઓના સગાઓ મોટા દંડ થી બચવા તાબડતોબ દોડતા થઇ ગયા હતા. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વાર સૂચના આપવા છતાં હજુ વાહન પાર્ક કરનારાઓ સુધરતા નથી, ત્યારે ટ્રાફિક શાખાના પોલીસ કર્મી જે ઝુંબેશ ચલાવાઈ રહી છે, તે પ્રજાએ બિરદાવી છે. ત્યારે પોલીસને પ્રજાને સુધારવા આવો પણ નવા કિમિયા કરવા પડતા હોય છે.