ગુજરાતમાં ઓગસ્ટ માહિનામાં પેટ્રોલ પંપો દર ગુરુવારે કેમ બંધ રાખશે તે સમય સાથે , વાંચો …

Spread the love

પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યારે આસમાને પહોંચી રહ્યા છે. સામાન્ય પ્રજા વધતી જતી મોંઘવારીથી પરેશાન છે. સતત અને સખત વધી રહેલા ફ્યૂલના ભાવથી પંપ માલિકોને ચિંતા થઈ રહી છે. પણ પંપ માલિકોના દૃષ્ટિકોણથી ચિંતાનું કારણ કંઈક બીજું છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2017થી પેટ્રોલ ડીઝલ તથા CNGમાં ડીલર કમિશન વધારવામાં આવ્યું નથી. આ કમિશન વધારવા મુદ્દે પેટ્રોલ પંપ એસો. તરફથી રાજ્યમાં તા.12 ઓગસ્ટથી દર ગુરૂવારે બપોરે 1 કલાક માટે પંપ બંધ રાખશે, તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. કોઈ પ્રકારનું વેચાણ નહીં કરવામાં આવે.
આ મામલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો. તરફથી જણાવવામાં આવ્યું છે કે, તા.12 ઓગસ્ટથી દર ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની કોઈ ખરીદી કરવામાં નહીં આવે.
બપોરના 1થી 2 કલાક સુધી CNG ગેસનું પણ કોઈ રીતે વેચાણ નહીં કરવામાં આવે. ત્રણ ફ્યૂઅલ પ્રોડક્ટના ડીલર્સના માર્જીનમાં કોઈ નોંધપાત્ર વધારો નહીં થાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ જ રહેશે. રાજકોટ પેટ્રોલ પંપ ડીલર્સ એસો. પ્રમુખ ગોપાલ ચુડાસમા રાજકોટથી કહે છે કે, આ એક રાજ્યવ્યાપી હડતાલ છે. જેમાં રાજકોટ પણ જોડાશે. શહેર તેમજ રાજકોટ જિલ્લાના કુલ મળીને 300થી વધારે પંપ છે. જ્યાં દરરોજના નાના-મોટા થઈને 1 લાખ વાહનો ફ્યૂલ ફીલિંગ કરાવે છે. મર્યાદિત માર્જીનને કારણે ડીલર્સનું રોકાણ વધી ગયું છે. જ્યારે પેટ્રોલના ભાવ રૂ.67 હતા ત્યારે પણ આ કમિશન હતું. હાલ રૂ.100ની નજીક છે ત્યારે પણ એ જ કમિશન આંક છે.
વર્ષ 2017 સુધીમાં દર છ મહિને માર્જીન રિવિઝન અપાતું હતું. જે 25 કે 40 પૈસા જેટલું પૂરતું રહ્યું હતું. છેલ્લા ચાર વર્ષથી માર્જીનમાં કોઈ પ્રકારનો વધારો નથી. આ ઉપરાંત સતત વધતા જતા આર્થિક બોજને કારણે મુશ્કેલી પડી રહી છે. અનેક વખત કંપનીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ હકારાત્મક નિર્ણય લેવાતા નથી. જેના કારણે હવે આ પ્રકારની હડતાલનો નિર્ણય કરાયો છે. જોકે, આ પ્રકારના કમિશનમાં વધારો થતા લોકોના ફ્યૂલ પાછળ ખર્ચાતા પૈસાને અસર થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. ગત મહિને ગેસ અને CNGના ભાવમાં સીધો વધારો થયો હતો. એક અઠવાડિયા પહેલા તેલના ભાવ વધ્યા હતા. એવામાં નોકરિયાત વર્ગની મર્યાદિત આવકમાં આર્થિક રીતે કમર ભાંગી રહી છે. એવામાં આ પ્રકારનો વધારે ક્યાંક મોટી અસર ઊભી કરશે એવી શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com