જુનાગઢ શહેર જીલ્લામાં 28 બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયામાં ગુમાવી દીધી છે આ બાળકો 24 વર્ષના થાય ત્યાં સુધી તંત્ર તેની કાળજી લેશે આ અંગે જિલ્લા કલેકટર રચીત રાજે વ્યકિતગત બાળકોના વાલીઓને પત્ર લખી આ અંગેની ખાત્રી આપી છે કોઇપણ સમસ્યાના સમાધાન માટે વર્તમાન તેમજ ભવિષ્યમાં આવનાર કલેકટર મુલાકાત માટે પ્રાથમિકતા આપશે.
કોરોનાની બીજી લહેર દરમ્યાન જુનાગઢ જીલ્લામાં 28 બાળકો અનાથ જવા પામ્યા છે. આ બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત દર માસે રૂા. 4 હજારની સહાયની યોજનામાં નાણા જમા કરવામાં આવે છે.
આ બાળકોના પાલક માતા પિતાને કલેકટર રચિત રાજે જાતે વ્યકિતગત પત્ર લખ્યો છે જેમાં વહીવટી તંત્ર બાળકો અને તેના પાલક માતા પિતાની સાથે છે.
બાળકોએ અભ્યાસ ચાલુ રાખવાની શરતે ત્યાં સુધી બાળક 24 વર્ષનું થાય ત્યાં સુધી બાળોક માટે એનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સબંધીત કોઇ મુશકેલી સમસ્યાનાં સમાધાન માટે વર્તમાન અને ભવિષ્યમાં આવનાર કલેકટર તેની મુલાકાત માટે પ્રાથમિકતા આવશે અને સમસ્યાના સમાધાન માટે વ્યકિતગત કાળજી લેશે તેવી પત્રમાં ખાત્રી આપી છે. આ પત્રથી કોરોનામાં માતા પિતા ગુમાવનાર અનાથ બાળકો તેમજ પાલક માતા પિતાએ રાહતનો અનુભવ કર્યો છે.