જૂના વાહનો ખરીદતા પહેલા ચેતો નહીંતર ભંગારવાડે….દેશમાં વાહનોની તોતિંગ સંખ્યાઓ વધી રહી છે. ત્યારે જૂના વાહનો પણ પ્રદૂષણ ઓકતા જોવાઈ રહ્યા છે. ત્યારે ટૂંકા જ દિવસો માં વાહનો ને સ્ક્રેપ પોલિસીમાં રાજ્ય સરકાર કરશે સુધારો. રાજ્યમાં 20 વર્ષ બાદ વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી અંગે વિચારણાં હાથ ધરાઈ છે. વર્તમાનમાં જે સ્ક્રેપ પોલિસી છે જેમાં સરકાર આંશિક સુધારો કરશે બાદમાં કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી લાગુ કરી શકે છે. મહત્વનું છે કે લોકસભામાં બજેટ સત્રમાં સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરાઈ હતી ત્યારે બાદ રાજ્ય સરકારે સ્ક્રેપ પોલિસીના નીતિ નિયમો પર ચર્ચા શરૂ કરી છે.
ગુજરાતમાં પણ કેન્દ્રના નિયમો પ્રમાણે જ પોલિસી લાગુ કરી શકાશે, જોકે તેમાં સુધારો વધારો થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં અલંગ અને કચ્છ ખાતે સ્ક્રેપ વ્હીકલ પાર્ક આવેલો છે. રાજ્યમાં 20 વર્ષ થયા બાદ હવે સ્ક્રેપ પોલિસી અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે. જેને લઈ ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભામાં પોલિસના અંગે ચર્ચા કરશે. એવું મનાઈ રહ્યું છે કે નવા નિયમો પ્રમાણે વર્ષે 2005 પહેલાંના વાહનો સ્ક્રેપ થશે, જેમાં ટુવ્હીલર અને ફોર વ્હીલરને 15 વર્ષની મર્યાદા અપાશે.
રાજ્યમાં 2005 પહેલાના કેટલા વાહનો?
વર્ષ 2000-2001 દરમિયાન…
ટ્રાન્સપોર્ટ વાહનો 8,26,046
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 47,49,994
કુલ વાહનો 55,76,040
વર્ષ 2000-2002 દરમિયાન…
ટ્રાન્સપોર્ટ વાહનો 8,58,113
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 51,49,856
કુલ વાહનો 60,07,969
વર્ષ 2002-2003 દરમિયાન…
ટ્રાન્સપોર્ટ વાહનો 8,99,284
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 56,09,086
કુલ વાહનો 65,08,370
વર્ષ 2003-2004 દરમિયાન…
ટ્રાન્સપોર્ટ વાહનો 9,51,943
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 61,35,597
કુલ વાહનો 70,87,640
વર્ષ 2004-2005 દરમિયાન…
ટ્રાન્સપોર્ટ વાહનો 10,16,149
નોન ટ્રાન્સપોર્ટ વાહનો 68,01,123
કુલ વાહનો 78,17,272
કેન્દ્રએ લાગુ કરી છે સ્ક્રેપ પોલિસી
સ્ક્રેપ પોલિસીમાં રાજ્ય સરકાર કરશે સુધારો
રાજ્ય સરકાર નિયમોમાં આંશિક બદલાવ કરશે