આ તો નવું આવ્યું… ઇન્કમ ટેક્સ વિભાગના અસલી અધિકારીઓ પાડતા હતા નકલી દરોડા; ઉદ્યોગપતિને એક વાત પર શંકા ગઈ અને પોલ ખૂલી

Spread the love

મુંબઈમાં ‘સ્પેશિયલ 26’ ફિલ્મની જેમ જ એક ગેંગે એક ઉદ્યોગપતિ અને તેની પત્નીને બંધક બનાવ્યા. આવકવેરા અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે આવીને, તેમણે તેમના ઘર અને ઓફિસ પર નકલી દરોડા પાડ્યા અને રૂ. 1 કરોડની ખંડણી પણ માંગી. પોલીસે આ કેસના સંદર્ભમાં 10 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક ‘અસલી’ ઈન્ક્મ ટેક્સ ઇન્સ્પેક્ટર અને એક ટેક્સ આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે.મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્યોગપતિ રાજકુમાર કંદાસામી (49)એ અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સંતોષ ઉદય ખોપટકર (37) અગાઉ રાજકુમારના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. ત્યાર પછી, તેમની વચ્ચે ઝઘડો થયો. એવો આરોપ છે કે સંતોષને 6 મહિનાનો પગાર ચૂકવ્યા વિના નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે સંતોષે જ તેના પરિચિતો સાથે મળીને નકલી દરોડા પાડવાનું કાવતરું ઘડ્યું હતું.

 

આરોપી પહેલા આવકવેરા અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે ઓળખ આપીને રાજકુમાર કંદાસામીના ઘરે પહોંચ્યા. તેમને કહેવામાં આવ્યું કે, તેમને ત્યાં આવકવેરા વિભાગનો દરોડો ચાલી રહ્યો છે. તેઓ રાજકુમાર અને તેની પત્નીને બળજબરીથી કારમાં બેસાડીને તેમના ધંધાના સ્થળે લઈ ગયા, જ્યાં અગિયાર કર્મચારીઓ હાજર હતા. ત્યાં પહોંચ્યા પછી, આરોપીઓએ વાસ્તવિક દરોડાનો છાપો માર્યો હોય તેવું બતાવવા માટે નકલી સરકારી ઓળખપત્રો બતાવીને નાટક કરવાનું ચાલુ રાખ્યું.રાજકુમારની ઓફિસમાં પ્રવેશ્યા પછી, આરોપીઓએ બહારથી કોઈ વાતચીત ન થાય તે માટે લેન્ડલાઇન ફોનના કેબલ કાપી નાખ્યા. ત્યારપછી તેમણે વેપારી, તેની પત્ની અને 11 કર્મચારીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા. કર્મચારીઓને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા અને તેમને બહાર નીકળવાની ના પાડવામાં આવી. વેપારીને આવકવેરા વિભાગની કાર્યવાહીની ધમકી આપવામાં આવી. ત્યારપછી ગેંગે રૂ. 1 કરોડ માંગ્યા અને જો પૈસા ચૂકવવામાં ન આવે તો કાર્યવાહી કરવાની ધમકી આપી.

 

મુંબઈ પોલીસના પશ્ચિમ ક્ષેત્ર 3ના DCP દત્તા નલાવડેએ જણાવ્યું કે, રાજકુમારને ગેંગમાં સામેલ 3 મહિલાઓ પર શંકા ગઈ. તેમની બોલવાની રીત અને વર્તન આવકવેરા અધિકારીઓ જેવું નહોતું. વેપારીને શંકા હતી કે દરોડો અસલી નથી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી અને અંધેરી પોલીસે તપાસ શરૂ કરી.

 

પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગે બોલિવૂડ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ પર આધારિત લૂંટનું આયોજન કર્યું હતું. દરોડાને અસલી બતાવવા માટે તેઓએ લોકોને અલગ અલગ સ્થળોએ મોકલ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે બે આવકવેરા અધિકારીઓ અને બે અન્ય આરોપીઓએ બનાવટી દરોડામાં બાકીના ગેંગ સભ્યોને રૂ. 50,000 આપવાનું વચન આપીને અલગ અલગ ભૂમિકા ભજવવાનું કહ્યું હતું. તેમાંથી કેટલાક અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ તરીકે રજૂ થયા હતા, જેથી કામગીરી અસલી આવકવેરા દરોડાની જેમ દેખાય.

પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગનો પહેલો બનાવટી દરોડો નહોતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ગેંગે આ જ પ્રકારનો ઉપયોગ કરીને અન્ય ઘણા બનાવટી દરોડા પાડ્યા હશે. અધિકારીઓ હવે ભૂતકાળના કેસોની તપાસ કરી રહ્યા છે, જેથી નક્કી કરી શકાય કે કેટલા ઉદ્યોગપતિઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને ગેંગે કથિત રીતે કેટલા પૈસા એકત્રિત કર્યા હતા.

 

DCP દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે, તપાસમાં બીજા આવકવેરા અધિકારીની ભૂમિકા પણ બહાર આવી છે. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે, આવકવેરા વિભાગના બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક ઈન્ક્મ ટેક્સ ઇન્સ્પેક્ટર અને એક ટેક્સ આસિસ્ટનનો સમાવેશ થાય છે.

 

ધરપકડ કરાયેલા 10 આરોપીઓની ઓળખ સંતોષ ઉદય ખોપટકર (37), વિનય રમેશ મોરે (37), પ્રેમ કિસન સબનાની (50), પ્રજ્ઞા હરીશ મેન (27), રેશ્મા શામરાવ વારંગ (41), સબીના હાફિઝ શેખ (48), સુરેશ મહાવીર પ્રસાદ મિશ્રા (57) (ઈન્ક્મ ટેક્સ ઇન્સ્પેક્ટર), સુનિલ મનોહર ગોરે (59) (ટેક્સ આસિસ્ટન્ટ), જીતુ ઉર્ફે જીતેન્દ્ર નામદેવ મોરે (52), અને અશોક વિઠોબા શિંદે (57) તરીકે થઈ છે. પોલીસ કેસની વધુ તપાસ કરી રહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *