ખેલૈયાઓ માટે મોટા સમાચાર! હર્ષ સંઘવીએ આપ્યો મોટો સંકેત

Spread the love

ગાંધીનગરમાં યોજાયેલા વિકાસકાર્યોના લોકાર્પણ સમારોહમાં નવરાત્રીને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનો ઈશારો કર્યો છે. કાર્યક્રમ દરમિયાન તેમણે ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે નવરાત્રીમાં તેઓ કેટલા વાગ્યા સુધી ગરબા રમે છે. લોકોએ ઉત્સાહપૂર્વક ‘આખી રાત’ એવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ હર્ષ સંઘવીએ હળવી ટકોર સાથે નવરાત્રી દરમિયાન રાત્રિના ગરબા અંગે સંકેત આપ્યો હતો.હર્ષ સંઘવીના આ નિવેદન બાદ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન આખી રાત ગરબા રમવાની મંજૂરીને લઈને ચર્ચા તેજ બની છે. જોકે, અંતિમ નિયમો અને સત્તાવાર નિર્ણય અંગે સરકાર તરફથી સ્પષ્ટ જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અગાઉ રાત્રિના ગરબાને મળેલી છૂટને કારણે ખેલૈયાઓ ઉપરાંત નાના વેપારીઓ અને રાત્રિના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના વિકાસકાર્યોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરને આધુનિક અને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની દિશામાં સતત કામગીરી થઈ રહી છે. ગાંધીનગરમાં પરિવહન વ્યવસ્થા મજબૂત કરવા માટે 30 નવી ઈ-બસો સેવામાં મૂકવામાં આવી છે.

 

પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી

 

આ ઉપરાંત કોટેશ્વર ક્રોસિંગ પર રૂ.20.70 કરોડના ખર્ચે અન્ડરપાસ સહિત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. બોટેમન્ટ ટ્રીટમેન્ટ પ્લાન, એરપોર્ટ રોડ અને શહેરી રસ્તાઓ માટે પણ કરોડો રૂપિયાની ફાળવણીની માહિતી આપવામાં આવી હતી. સરકારે ગાંધીનગરને ગ્રીન સિટીમાંથી ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરફ લઈ જવા સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને નાગરિક સુવિધાઓ પર ભાર મૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *