PM મોદીના જન્મદિને અમિત શાહે જગન્નાથ મંદિરે ટેકવ્યું શીશ: CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્રસેવા માટે કરી પ્રાર્થના 🙏🚩

Spread the love

*ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આસ્થાના કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરે શીશ ઝુકાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના અવસરે તેમના દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્ર – જનસેવાના સંકલ્પને બળ મળે તે માટે કરબદ્ધ પ્રાર્થના કરી*

*શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આશીર્વાદનો દીવો પ્રગટાવી ૧.૨૫ લાખ દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં થયા સમ્મિલિત*

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આસ્થાના કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરે શીશ ઝુકાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના અવસરે તેમના દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્ર – જનસેવાના સંકલ્પને બળ મળે તે માટે કરબદ્ધ પ્રાર્થના કરી હતી.

બાદમાં શ્રી શાહ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે શરૂ કરાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આશીર્વાદનો દીવો પ્રગટાવી ૧.૨૫ લાખ દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સહભાગી થયા હતા. આ શ્રેણી અંતર્ગત સમગ્ર રાજ્યના ૨૦ આઇકોનિક સ્થળો અને વિવિધ મંડળ સ્તરે સામૂહિક દીપમાળા કાર્યક્રમ યોજાઈ ગયા હતા.

અત્રે નોંધનીય છે કે આદરણીય વડાપ્રધાનશ્રી મોદીજીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 07:00 કલાકે સમગ્ર ગુજરાતમાં ભવ્ય અને દિવ્ય રીતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યભરના જિલ્લાઓ, મહાનગરો અને મંડળ સ્તરે સામૂહિક દીપમાળા પ્રગટાવી તેમના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ બનાસકાંઠાના મગરવાડા ખાતે મણિભદ્ર મંદિર ખાતે દીપ પ્રજ્વલન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ભરૂચ ખાતે નર્મદા કેબલ બ્રિજ નજીક ગાયત્રી મંદિર ખાતે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઇ કોરાટ, માંડવીના ક્રાંતિ તીર્થ ખાતે અનિરૂદ્ધભાઈ દવે અને ગાંધીનગર સ્થિત પીડીઇયુ મેટ્રો સ્ટેશન ખાતે હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *