ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 10 IPS અને SPS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2023 અને 2024 બેચના ચાર IPS અધિકારીઓને મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ(ASP) તરીકે વિવિધ ડિવિઝનમાં જવાબદારી સોંપાઈગૃહ વિભાગ અનુસાર, IPS માનસી આર. મીણાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ડિવિઝન, IPS મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર ડિવિઝન, IPS પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડિવિઝન અને IPS કરણકુમાર પન્નાને દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝન ખાતે ASP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
