ક્લાસરૂમથી કમ્પ્યુટર સુધી શિક્ષકોની દોડધામ! ઓનલાઈન કામગીરીએ વધાર્યો કામનો ભાર

Spread the love

શિક્ષકોના ભણાવવાના કલાકો સામે ઓનલાઈન કામગીરીનો વધતો બોજ: 210 કાર્ય દિવસ જેટલો સમય વપરાતો હોવાનો શૈક્ષિક મહાસંઘનો દાવોસરકારી શાળાઓમાં શિક્ષકો પર વધતી ઓનલાઈન તથા બિન-શૈક્ષણિક કામગીરીનો મુદ્દો હવે માત્ર પ્રાથમિક શિક્ષણ પૂરતો સીમિત રહ્યો નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને પણ વિવિધ પ્રકારની ઓનલાઈન, ડેટા એન્ટ્રી અને વહીવટી કામગીરી સોંપવામાં આવતી હોવાની રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે તા. 16 સપ્ટેમ્બર, 2026ના રોજમુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી રાહત આપવા માંગ કરી છે.

 

મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ શિક્ષકોને ઓનલાઈન, ટેક-એન્ટ્રી, સર્વે તથા વિવિધ બિન-શૈક્ષણિક કામગીરીમાં સતત જોડવામાં આવે છે. પરિણામે શિક્ષકોનો કિંમતી સમય વિદ્યાર્થીઓના શિક્ષણ અને વ્યક્તિગત માર્ગદર્શનને બદલે ડેટા અને પોર્ટલ આધારિત કામગીરીમાં વપરાઈ રહ્યો છે.२०खात मु४५ UDISE PLUS, CTS, SwachhChat Attendance, PM Poshan, Pariksha Anukram, Vidya Samiksha Kendra, NIPUN, PIMS,SOFA, QAAF, UDISE, HSAS, PRAISA, PMFS/SNA, Baseline Assessment, SHVR, PRASHAST, ORF, AABHA Card, DIKSHA, BLO સહિતના વિવિધ પોર્ટલ/કાર્યક્રમો સાથે સંકળાયેલી કામગીરી શિક્ષકોને કરવાની રહે છે. મહાસંઘનો પ્રશ્ન છે કે એક જ શિક્ષક પાસેથી આટલી બધી ઓનલાઈન અને વહીવટી કામગીરી કરાવવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે જરૂરી સમય કેટલો બચે છે?

 

1,00,740 મિનિટ એટલે 1,679 કલાકની કામગીરીનો ઉલ્લેખ

 

મહાસંઘે Excel Sheetના આધારે કરાયેલા અભ્યાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ધોરણ 1થી 8ની 300 વિદ્યાર્થીઓ, 8 શિક્ષકો અને 1 મુખ્ય શિક્ષક ધરાવતી શાળામાં વિવિધ ઓનલાઈન અને બિન-શૈક્ષણિક કામગીરી પાછળ 1,00,740 મિનિટ એટલે કે 1,679 કલાક, આશરે 210 આઠ કલાકના કાર્યદિવસ જેટલો સમય વપરાય છે.

 

રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ આંકડા માત્ર કાગળ પરનો સમય નથી, પરંતુ આ કામગીરીના કારણે

 

શિક્ષકોને વિદ્યાર્થીઓના ભર, તેમની વ્યક્તિાતજરૂરિયાતો, વાંચન-લેખન, પાયાની ક્ષમતાઓ તથા વ્યક્તિગત માર્ગદર્શન માટે પૂરતો સમય મળતો નથી.

 

‘શિક્ષક ડેટા એન્ટ્રી ઓપરેટર નહીં, રાષ્ટ્રનું ભવિષ્ય નિર્માણ કરનાર શિક્ષક છે’

 

મહાસંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે ડિજિટલ વ્યવસ્થાનો વિરોધ નથી, પરંતુ ટેક્નોલોજીનો યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવી શકાય છે. જોકે ડિજિટલ વ્યવસ્થા તૈયાર કરતી વખતે શિક્ષકોનો વહીવટી સમય ઘટે અને વિદ્યાર્થીઓ માટેનો શૈક્ષણિક સમય વધે તે બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ.

 

રજૂઆતમાં એક મહત્વપૂર્ણ વાત તરીકે લખાયું છે કે:‘શિક્ષક ડેટા એન્ટ્રી ઓપરેટર નહીં, પરંતુ રાષ્ટ્રનું ભવિષ્ય નિર્માણ કરનાર શિક્ષક છે.’

 

શાળા સહાયકની ભરતીથી શિક્ષકોને વહીવટી કામમાંથી મુક્ત કરવાની માગ

 

મહાસંઘે શાળાઓમાં જરૂરી પ્રમાણમાં શાળા સહાયકોની ભરતી કરવાની પણ માગ કરી છે. શિક્ષકો પાસેથી ઓનલાઈન પોર્ટલ, માહિતી અપલોડ, વિવિધ રેકોર્ડ, સર્વે અને અન્ય વહીવટી કામગીરી કરાવવાને બદલે આ માટે અલગ સહાયક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી રજૂઆત છે.સાથે જ એક જ માહિતી અલગ-અલગ પોર્ટલ પર વારંવાર ભરાવવાની પ્રથા બંધ કરી ‘One Data-One Platform’ સિસ્ટમ વિકસાવવાની માગ કરવામાં આવી છે.

 

માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અંગે પણ મુદ્દો ઉઠાવ્યો

 

આ સમગ્ર રજૂઆતનો મહત્વનો મુદ્દો એ છે કે પ્રાથમિક શાળાઓની જેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષકોને વિવિધ ઓનલાઈન તથા બિન-શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવતી હોવાનો મુદ્દો મહાસંઘે મુખ્યમંત્રી સમક્ષ મૂક્યો છે. માધ્યમિક શિક્ષકોને વિષયવાર શિક્ષણ, પરીક્ષા, મૂલ્યાંકન, વિદ્યાર્થીઓનું માર્ગદર્શન તથા શૈક્ષણિક આયોજન ઉપરાંત પોર્ટલ આધારિત કામગીરી કરવાની ફરજ પડતી હોવાના કારણે શિક્ષણકાર્ય પર અસર થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

 

13 મુદ્દાની રજૂઆતમાં શું માગવામાં આવ્યું?

 

1. પ્રાથમિક સંવર્ગની શાળાઓમાં ખાલી પડેલી શાળા સહાયકની જગ્યાઓની તાત્કાલિક ભરતી કરવી.

 

2. વિદ્યાર્થીઓની સંખ્યા તથા શાળાની વહીવટી કામગીરીને ધ્યાનમાં રાખીને શાળા સહાયકની પૂરતી જગ્યાઓ મંજૂર કરવી

 

3. શિક્ષણ સિવાયની કામગીરીમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી, વેરિફિકેશન, અપડેશન તથા વહીવટી કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવા.

 

4. પ્રાથમિક શિક્ષણ માટે કાર્યરત તમામ ઓનલાઈન પોર્ટલનું સર્વેક્ષણ અને rationalisation કરવું.

 

5. એક જ માહિતી વારંવાર અલગ-અલગ પોર્ટલ ५२ भराववाने ५६ले ‘One Data-One Platform’ના સિદ્ધાંત પર એકીકૃત ડેટા સિસ્ટમ વિકસાવવી.

 

6. શિક્ષણ વિભાગ, સંબંધિત બોર્ડ/વિભાગો, શાળા પ્રતિનિધિઓ અને શિક્ષક સંગઠનોની નિષ્ણાત સમિતિ બનાવી કાર્યભાર ઘટાડવા Action Plan તૈયાર કરવો.

 

7. નવી ઓનલાઈન કામગીરી શરૂ કરતાં પહેલાં શિક્ષકોના સમય પર થતી અસરનું Time & Work Impact Assessment ફરજિયાત કરવું.

 

8. શાળાના સમય દરમિયાન શિક્ષકોને વારંવાર ઓનલાઈન કામગીરી ન આપવી તથા શાળા સમય બાદ રાત્રિના સમયે માહિતી માંગવાની પ્રથા બંધ કરવી.

 

9. ક્રીડા, ખેલ મહાકુંભ, વિવિધ પરીક્ષાઓ તથા અન્ય પ્રવૃત્તિઓ માટે કેન્દ્રીકૃત/વ્યવસ્થિત રજિસ્ટ્રેશન પદ્ધતિ વિકસાવવી.10. કોઈપણ નવા પોર્ટલ પર માહિતી માંગતા પહેલાં સરકાર પાસે ઉપલબ્ધ માહિતીનો જ ઉપયોગ કરી નવો ડેટા ફરીથી ન માંગવો.

 

11. શિક્ષકો પાસેથી માંગવામાં આવતી માહિતી માટે Annual Data Calendar જાહેર કરવું.

 

12. શિક્ષકોની ગુણવત્તાના મૂલ્યાંકનમાં માત્ર પોર્ટલ પરના ડેટા અપલોડને આધાર ન બનાવવો અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના શૈક્ષણિક પરિણામને મહત્વ આપવું.

 

13. NEP-2020 અંતર્ગત પાયાની સાક્ષરતા, ગણનક્ષમતા, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ વગેરે માટે શિક્ષકોનો સમય બચાવી તેને શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી બનાવવો.

 

મહાસંઘે અંતે મુખ્યમંત્રીને જણાવ્યું છે કે ડિજિટલ વ્યવસ્થા શિક્ષકોની કામગીરી સરળ બનાવવા માટે હોવી જોઈએ, શિક્ષકો પર વધારાનો બોજ નાખવા માટે નહીં.

 

તેથી પ્રાથમિક સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો પરની ઓનલાઈન તથા બિન-શૈક્ષણિક કામગીરીનું પણ મૂલ્યાંકન કરી તેનો ભાર ઘટાડવા તાત્કાલિક નિર્ણય લેવાય, તેવી માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *