મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના ભુજીયા ડુંગર સ્થિત સ્મૃતિ વનની લીધી મુલાકાત

Spread the love

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ “કિસાન સન્માન દિવસ” અંતર્ગત કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ભુજ સ્થિત ભુજીયા ડુંગરમાં નિર્માણાધીન સ્મૃતિવનની મુલાકાત લઇ સ્મૃતિ વનમાં હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો અને મુલાકાતીઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
કચ્છના ૨૦૦૧ના ભૂકંપના દિવંગતોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી થઈ રહ્યું છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંકલનમાં વિવિધ સુવિધાઓ સ્મૃતિવનના ૪૭૦ એકર જગ્યામાં ઉભી થવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સુવિધાઓમાંથી ૧૭૫ એકરમાં ઉભી થયેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્મૃતિ વનમાં મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. જેમાં ત્રણ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. મ્યુઝિયમ સંકુલમાં ૨૩૫ બેઠક વ્યવસ્થાની ક્ષમતા સાથે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે. અહીં મુખ્યમંત્રીશ્રીએ સ્મૃતિ વન આધારિત ફિલ્મ નિહાળી હતી.
સ્મૃતિ વનની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ ભુજ કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લાના પ્રવાસન અને વિકાસલક્ષી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં સ્મૃતિ વનના વિકાસલક્ષી પ્રોજેકટની માહિતીથી વાકેફ થઇ મુલાકાતીઓ લક્ષી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની મુલાકાત વેળાએ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંલગ્ન અધિકારીઓ, કલેકટર પ્રવિણા ડી.કે. સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com