બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર બન્યા જે. જે. પટેલ: BCGના ચેરમેન તરીકે પી.ડી. પટેલની નિયુક્ત, પ્રથમ વખત મહિલા વકીલની વાઈસ ચેરમેન પદે પસંદગીરાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં રાજ્યના કાનૂની જગત માટે અત્યંત ગૌરવરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. BCGના પૂર્વ ચેરમેન અને ધારાશાસ્ત્રી જે.જે. પટેલની ‘બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ (BCI)ના મેમ્બર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.BCGના ચેરમેન તરીકે પી.ડી. પટેલની નિયુક્ત જે.જે. પટેલ હવે રાષ્ટ્રીય ફલક પર કાનૂની અને વહીવટી ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સમગ્ર ગુજરાતના વકીલ આલમમાં એવી પ્રબળ લાગણી અને અપેક્ષા વ્યાપી છે કે જે.જે. પટેલ આગામી સમયમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પણ સફળ નેતૃત્વ કરી ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરે. તેમજ નવનિયુક્ત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલ સહિત તમામ હોદ્દેદારો અને મેમ્બરોએ તેમને રાષ્ટ્રીય સ્તરના ભાવિ નેતૃત્વ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
પ્રથમ વખત મહિલા વકીલની વાઈસ ચેરમેન પદે પસંદગી તેમજ સામાન્ય સભામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા માળખાની પણ રચના કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે પી.ડી.પટેલ, વાઇસ ચેરમેન તરીકે નિમિષા ધોત્રે, એક્સએક્યુટિવ ચેરમેન તરીકે અનિરુદ્ધસિંહ ઝાલા તથા અન્ય વિવિધ મહત્વની જવાબદારીઓ માટે નવનિયુક્ત હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા વકીલની વાઇસ ચેરમેન પદે પસંદગી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા વકીલની વાઈસ ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે.
