મેયરનો બાળક પ્રેમ છલકાયો, માતાપિતાનું છત્ર ગુમાવનારી નાનકડી કેન્વીશાને દત્તક લીધી

Spread the love

કોરોના મહામારીએ અસંખ્ય બાળકોના માતાપિતા છીનવી લીધા છે. અનેક પરિવારોએ પોતાના ઘરના મોભી, માતાપિતા, ભાઈ બહેન કે અન્ય સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે સરકારે આવા બાળકોને હૂંફ આપવાનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત ૨૧ વર્ષ સુધી મહિને ૪ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ તથા અન્ય પદાધિકારીઓએ માતાપિતાની છત્રછાયા ગુમાવનારા શહેરના ૪૫ બાળકોની પડખે ઉભા રહી તેમની સાથે ભોજન લીધું હતું. જેમાં મેયરે ૧૦ વર્ષની કન્વીશાને દત્તક લઈને દાખલો પણ બેસાડ્યો હતો. હાલ આ દીકરી નાના નાનીના ઘરે રહે છે. અને તેના મામા સહિતનો પરિવાર તેની અને તેના નાના ભાઈની સંભાળ રાખે છે.
મેયરે જણાવ્યું હતું કે ૧૦ વર્ષની દીકરી કન્વીશા અને તેના ભાઈએ સાડા ત્રણ વર્ષ પહેલા તેના પિતાનું છત્ર ગુમાવ્યું હતું. તેના પિતા ફોટોગ્રાફર હતા. અને ગત વર્ષે કોરોનાથી તેની માતાનું પણ અવસાન થતા બાળકોએ આધાર ગુમાવ્યો હતો. જાેકે હાલ આ બંને બાળકો તેના નાના- નાનીના ઘરે રહે છે. જયારે મામા બાળકોની પણ બાળકોની દેખરેખ અને સાર સંભાળ રાખે છે.કન્વીશા હાલ છઠ્ઠા ધોરણમાં ભણે છે. બાળકી સાથે જમતી વખતે તેને મેયરે પૂછ્યું હતું કે તેને શું બનવું છે ત્યારે નિખાલસતાથી તેણે કહ્યું હતું કે તે કલેકટર બનવા માંગે છે.દીકરીની આંખોમાં દ્રઢ ઈચ્છા અને સપના જાેઈને મેયરની આંખોમાં પણ આંસુ છલકાઈ ઉઠ્‌યા હતા. અને દીકરીના સપનાઓને પુરા કરવા તેણીને બાળકીના આરોગ્ય અને આગળના અભ્યાસની તમામ જવાબદારીમાં મદદરૂપ થવાની ર્નિણય લીધો હતો. મેયરે જણાવ્યું છે કે આ દીકરીને દત્તક લઈને તેની તમામ જવાબદારી મેં ઉપાડી છે. દીકરીને ધોરણ ૧૨ સુધી તો તે બાળકીના અભ્યાસ સુધી તેઓ બાળકીને અભ્યાસ સહિત આરોગ્યલક્ષી તમામ જરૂરિયાતો પુરી કરશે. દર ૧૫ દિવસે તે બાળકીના ખબર અંતર પણ લેશે. અને દીકરીના ઉછેરની કોઈ કમી ન રહી જાય તેનું પણ તેઓ પૂરતું ધ્યાન રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com