કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગુજરાતમાં વિકાસ અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે લાખો નહીં પણ કરોડોની ગ્રાંન્ટો, બે હાથે નહીં પણ ચાર હાથે આપી રહી છે. ત્યારે પહેલાં કહેવાતું હતું કે, કેન્દ્ર સરકારમાંથી જે સો રૂપિયાની નોટ આવતી હતી તે ૧૦૦ રૂપિયાની નોટ દિલ્હીથી ગુજરાત આવતાં ૨૦ રૂપિયા બની જતી હતી. ત્યારે કેન્દ્ર સરકાર હવે નવા ઘણાજ કઠોર કદમો ઉઠાવીને આ ભ્રષ્ટાચારને રોકવા પ્રયત્નશીલ રહીને પૂરેપુરી રકમ તંત્ર, કચેરીને મળે તે માટે પ્રયત્નશીલ બની છે. ત્યારે દરેક જિલ્લામાં BRC ભવનના ધાબા ઉપર કાટખાઇને કાટમાળમાં ફેરવાઇ રહી છે. ત્યારે વરસાદમાં આ સાયકલોનો કોઇ રણી ધણી ન હોય તેમ BRC ભવનમાં જતા જ કીચ્ચડ એ ધાબા ઉપર ભ્રષ્ટ્રાચારનું પીક્ચર જાેઇ શકાય છે.
પ્રજાના પૈસાનું પાણી હોય તેમ પ્રજાના પૈસાનો દરોડા એવો BRC નો ભંગારવાડો બન્યો છે. ત્યારે રાજ્યના મંત્રીએ પણ આ બાબતની ગંભીર નોંધ લઇને જવાબદાર અધિકારી સામે પગલાં લઇને કડક કાર્યવાહીની માંગ ઉઠવા પાણી છે. ઉચ્ચ, અધિકારીઓનું પગાર ભથ્થું વધે તો ખુશ, પણ શું જે તગડો પગાર મળે છે, તેટલા પગારનું કામ કરો છો, ખરા? પ્રજાના ટેક્સના નાંણાથી પગાર મેળવતા બાબુઓ દ્વારા જે સાયકલોની લાખોની ખરીદી કરવામાં આવી તો આ સાયકલ ભંગારવાડામાં તબલીદ કરનારા અધિકારી કોણ? આ સાયકલો માટે બીજી જગ્યાએ તબદીલ કરવા અથવા ગરીબ વિદ્યાર્થીથીને આપવા કોઇ પ્રયત્ન કરવામાં આવેલ છે, કે કેમ? જાે હા, તો પછી કેમ લઇ જવામાં નથી આવી? આજે GJ-18 ખાતેના સિવિલના પાછળના ભાગમાં સે-૧૨ ખાતે આવેલાBRC ભવનના ધાબા ઉપર જે લાખો રૂપિયાની સાયકલો કાટ ખાઇ રહી છે, ત્યારે GJ-18 ના ગુડા દ્વારા જે નગરજનો માટે સાયકલીંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે,તેમાં પમ હવે સાયકલોની આવડદા પુરી થઇ ગઇ છે. તો આ સાયકલો ક્યારે કામ આવશે? ત્યારે BRC ભવનના ઉચ્ચ બાબુઓ હવે આ સાયકલ જે કાટખાઇ રહી છે, તેના માટે પ્રયત્ન કરશે કે કેમ? તે યથાર્થ પ્રશ્ન છે. રાજ્ય કક્ષાના તથા કેબીનેટ મંત્રીએ આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. જાે પ્રજાના પૈસાનું પાણી એટલે કે આ જે ખરીદી કરવામાં આવી તો ક્યા નિર્ણાય અને કોના માટે ખરીદી કરવામાં આવી હતી. અને ખરીદી કર્યા બાદ લાભાર્થઈને કેમ લાભ નથી મળ્યો? તે યથાર્થ પ્રશ્ન છે. ત્યારે કાટમાળમાં ફેરવીને પ્રજાના પૈસાનું પાણી કરનારા આ અધિકારી દ્વારા જે ભ્રષ્ટ્રાચાર આદરવામાં આવ્યો છે. તેની પણ ન્યાયીક તપાસ થાય તેવી માંગ ઉઠવા પાણી છે.