UPI ચાર્જ મુદે કેન્દ્રને સુપ્રીમની નોટીસ : જો કે `સ્ટે’ નહી

Spread the love

આગામી તા.15થી અમલમાં આવી રહેલા યુપીઆઈ પેમેન્ટ પરના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ મુદે આજે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા તથા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાને નોટીસ ફટકારી ચાર સપ્તાહમાં આ ચાર્જ- શા માટે તે સરળ કરવા જણાવ્યું છે.

 

સુપ્રીમ કોર્ટમાં થયેલી રીટ પર જો કે સર્વોચ્ચ અદાલતે હાલ તા.15થી અમલી બનનાર યુપીઆઈ ચાર્જ પર કોઈ `સ્ટે’ આપવા ઈન્કાર કરી દીધો હતો.સુપ્રીમે પૂછયું હતું કે એમડીઆર શું છે તે કોઈ ટેક્ષ છે- ફી છે કે પછી સેસ છે તે નિશ્ચિત થવુ જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યુ કે આ બાબત કાનુની કરતા ટેકનીકલ વધુ છે. સરકારે તેમાં જવાબ રજુ કરવાનો રહેશે.

 

સરકારે સ્પષ્ટતા કરી હતી કે આ એમડીઆર રૂા.2000થી વધુના વ્યવહારો પર જ લાગશે તથા ચોકકસ સરકારી સેવા પર તે મર્યાદીત રૂા.5નો જ રહેશે તથા રૂા.2000થી વધુના વ્યવહારો પર મહતમ રૂા.300 જ વસુલી શકાશે.

 

સરકારે તેનું પુરુ ફ્રેમવર્ક જાહેર કર્યુ છે તથા વ્યક્તિગત લેવડ દેવડ એટલે કે કોઈ એક વ્યક્તિ બીજાને ટ્રાન્સફર કરે તો તેના પર કોઈ ચાર્જ ગમે તેટલી રકમમાં લાગતો નથી પણ જે સીસ્ટમ ચલાવાય છે તેનો રૂા.20000 કરોડ જેવો વાર્ષિક ખર્ચ થાય છે તે માટે આ ચાર્જ જરૂરી છે તથા તેના પર વ્યાપક સમજુતી લોકોને આપવામાં આવી રહી છે. તેમજ આ ચાર્જ વ્યાપારીએ ભરવાનો છે.

 

2 ઓક્ટોબરે No UPI dayમા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સમર્થન : પેમેન્ટ નહીં સ્વીકારે

રાજકોટના અનેક વેપારીઓ મંડળ સાથે હવે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો પણ વિરોધ

રાજકોટ તા.28

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શહેરના વિવિધ સેક્ટરના તમામ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ઓનલાઇન મીટિંગ યોજીને રૂા.2000/- થી વધુના UPI ટ્રાન્ઝેક્શન ઉપર 0.4% MDR નિયમની અમલવારી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે તા. 02-10-2026 ના રોજ તમામ વેપારીઓએ No UPI ઉફુ નો અમલ કરવો અને UPI થી કોઈપણ જાતની લેવડ-દેવડ ન કરવી.

 

સરકાર દ્વારા 15મી ઓક્ટોબર 2026થી રૂ. 2000/- થી વધુના P2M UPI ટ્રાન્્ઝેક્શન ઉપર 0.4% Merchant Discount Rate (MDR) ચાર્જ વસૂલવાનું જાહેર કરાયું છે. નાના વેપારીઓ અને સ્મોલ બિઝનેસનો નફાનો માર્જિન મર્યાદિત હોવાથી આ વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ અયોગ્ય છે.

 

આ અંગે રાજકોટ ચેમ્બર દ્વારા અગાઉ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન, રાજ્યના નાણાંમંત્રી કાનુભાઈ દેસાઈ તેમજ સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી.

 

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તમામ વિવિધ એસોસિએશનો સાથે મીટિંગ યોજી સૌના મંતવ્યો મેળવીને રૂ. 2000/- થી વધુના UPI ટ્રાન્ઝેક્શન ઉપર 0.4% MDR ચાર્જ વસૂલવા અંગે યોગ્ય નિરાકરણ લાવવા તેમજ તા. 02-10-2026 ના રોજ No UPI ઉફુ નો તમામ વેપાર-ઉદ્યોગકારોને સ્વેચ્છિક રીતે અમલ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *