ચૂંટણી પંચે ગેરકાયદેસર ફેરફારોના વિવાદ બાદ જે રાજ્યોમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં ઓનલાઇન ફોર્મ-6 માંથી વધારાની ઘોષણા દૂર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે….પંચે સ્પષ્ટતા કરી છે કે ફોર્મ-6 ના મૂળ સ્વરૂપમાં કોઈ કાયદાકીય ફેરફાર કરાયો નથી.હવે આ રાજ્યોમાં અરજદારોએ માત્ર મૂળ કાયદેસરનું ફોર્મ-6 ભરવાનું રહેશે. જોકે, જ્યાં એસઆઈઆર પ્રક્રિયા હજુ ચાલુ છે, ત્યાં આ વધારાની ઘોષણા યથાવત રહેશે.
