gj 18 ખાતે આવતીકાલે ( રવિવાર) ભાજપનું” મહાજનસંપર્ક અભિયાન ” નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવશે : આશિષ દવે

Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ૪ ઓક્ટોબર, રવિવારે ભાજપાનું ‘મહાજનસંપર્ક અભિયાન’

તમામ વોર્ડમાં ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા વ્યાપક જનસંપર્કનું આયોજન

મહાજનસંપર્ક અભિયાનમાં ઉમેદવારો સાથે ભાજપાના અગ્રણી આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સામાજિક આગેવાનોની સહભાગિતા રહેશે

જનસંપર્ક દરમિયાન નાગરિકો સાથે ગાંધીનગર મહાનગરના વિકાસ, સ્થાનિક મુદ્દાઓ અને જાહેર સુવિધાઓ અંગે સંવાદ કરવામાં આવશે

સેકટર તથા અન્ય વિસ્તારોમાં સોસાયટી, ફ્લેટ, ગ્રામ્ય વિસ્તાર તેમજ વિવિધ જાહેર સ્થળોએ નાગરિકો સુધી પહોંચીને ડોર-ટુ-ડોર જનસંપર્ક અને રૂબરૂ સંવાદ કરવામાં આવશે

 

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૪ ઓક્ટોબર, રવિવારના રોજ સમગ્ર ગાંધીનગર મહાનગરમાં ‘મહાજનસંપર્ક અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાજપાના ઉમેદવારો, આગેવાનો, કાર્યકર્તાઓ, તથા શુભેચ્છકો દ્વારા વિવિધ વિસ્તારોમાં નાગરિકો સાથે રૂબરૂ સંપર્ક અને સંવાદ કરવામાં આવશે.

 

‘મહાજનસંપર્ક અભિયાન’ અંતર્ગત સેકટર તથા અન્ય વિસ્તારોમાં સોસાયટી, ફ્લેટ, ગ્રામ્ય વિસ્તાર તેમજ વિવિધ જાહેર સ્થળોએ નાગરિકો સુધી પહોંચીને ડોર-ટુ-ડોર જનસંપર્ક અને રૂબરૂ સંવાદ કરવામાં આવશે. મહાજનસંપર્ક અભિયાનમાં ઉમેદવારો સાથે ભાજપાના અગ્રણી આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સામાજિક આગેવાનોની સહભાગિતા રહેશે. વોર્ડના વિવિધ વિસ્તારો સાથે બુથ સ્તર સુધી સંગઠનાત્મક સંકલન સાથે જનસંપર્કની કામગીરી હાથ ધરવામાં આવશે.

 

જનસંપર્ક દરમિયાન નાગરિકો સાથે ગાંધીનગર મહાનગરના વિકાસ, સ્થાનિક મુદ્દાઓ અને જાહેર સુવિધાઓ અંગે સંવાદ કરવામાં આવશે. સાથે જ મહાનગરની વિકાસયાત્રા અંગેનું સાહિત્ય પણ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. મહાનગર સંગઠનથી બુથ સુધીના સંગઠનાત્મક માળખા વચ્ચે અસરકારક સંકલન સાથે કાર્યકર્તાઓ આ મહાજનસંપર્ક અભિયાનમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *