છેલ્લાં કેટલાંય દિવસોથી કોંગ્રેસ અને ટ્વિટર વચ્ચેનો વિવાદ વધારે વકર્યો છે. એક પછી એક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ બ્લોક થઇ રહ્યાં છે. રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ પણ છેલ્લાં છએક દિવસથી બંધ છે. તદુપરાંત ગત ગુરૂવારના રોજ ગુજરાત કોંગ્રેસનું પણ ટ્વિટર એકાઉન્ટ બ્લોક થઇ ગયું હતું. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા ભરતસિંહ સોલંકીનું પણ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયું છે. મહત્વનું છે કે, ગઇ કાલે ભરતસિંહ સોલંકીએ @TwitterIndia ડરો મત!!!! #Rahul Gandhi લખીને ટ્વિટ કરતા ટ્વિટર એકાઉન્ટ બ્લોક થયાનું જાણવા મળી રહ્યું છે.