કોમ્પુટરરાઈઝ ડ્રોમાં ગફલાબાજી, ૩૮૨ લાભાર્થીઓનાં નામ બદલી બોગસ યાદીનું સેટિંગ ડોટકોમ.?

Spread the love

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દરેક ગરીબ વર્ગને પોતાનુ ઘરનું ઘર મળે તે માટે હરહમેશાં પ્રયત્નશીલ રહીને અનેક એફોર્ટબલ હાઉસિંગથી લઈને મોટાં મકાનોની સરકાર દ્વારા સ્કિમો જાહેર કરી છે અને ઘણાને પોતાનાં ઘરનાં ઘરનું સપનું સાકાર થયું છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ ગરીબોને ઘરનું ઘર મળે અને મધ્યમવર્ગનું પણ મકાનનું સપનું સાકાર થાય તે માટે હરહંમેશ પ્રયત્નશીલ રહી છે ત્યારે ૭ ઓગસ્ટના વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર સયાજી નગરગૃહમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલના હસ્તે ૩૮૧ હાઉસીંગ મકાનોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો ડ્રો રાખવામાં આવ્યો હતો. આ ડ્રોના ૩૮૨ લાભાર્થીઓના નામની યાદી બદલીને બોગસ યાદી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મૂકી કોર્પોરેશન અને લાભાર્થીઓ સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરનાર કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર(એફોર્ડેબલ હાઉસીંગ) અને એમઆઇસી એક્સપર્ટ સામે નવાપુરા પોલીસ મથકમાં સિટી એન્જિનિયરે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને બંનેની અટકાયત કરી છે.
વડોદરા આવાસના ડ્રો થયેલા મકાનની યાદી બદલાવવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને આજે મ્યુનિ કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. કોમ્પ્યુટર ઓપરેટર એમ આઈ એમ એક્સપર્ટ નીશીથ પીઠવાને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રોમદ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવશે. જે મ્યુનિ. કમિશનર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મોકલશે.
જાે કે વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ કરનાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પાલિકાના કાર્યપાલક ઇજનેર ફરિયાદ નોંધાઈ છે. ડ્રો અને ફસ્ઝ્રની સાઇટ પર લાભાર્થીઓના નામ અલગ-અલગ બતાવતા કૌભાંડ સામે આવ્યું હતું. સિટી એંજિનિયર શૈલેષ મિસ્ત્રીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મધ્યમ પરિવારના ઘરના ઘરનું સપનું સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવી લોકોમાં ડ્રો ના માઘ્યમે ફાળવણી કરવામાં આવે છે. જે મધ્યમ પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવનાર આવાસનું ડ્રો કરીને વિતરણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com