ઉત્તર પ્રદેશના લલિતપુરમાં, એન્ટી કરપ્શનટીમે લાંચ માંગવાના આરોપસર લેખપાલ વિપુલ તિવારીની ધરપકડ કરી છે. આરોપ છે કે ફરિયાદીને જમીનનો કબજો જાળવી રાખવા દેવાના બદલામાં તેણે રૂ.20,000ની લાંચ માંગી હતી. ટીમે તિવારીને હેરિટેજ કોલોનીમાં આવેલા તેના ભાડાના મકાનમાંથી ઝડપી લીધો હતો. જેવો તેણે ફરિયાદી પાસેથી રૂ.15,000નો પ્રથમ હપ્તો સ્વીકાર્યો , કે તરત જ અધિકારીને અહેસાસ થયો કે એન્ટી કરપ્શન ટીમ આવી રહી છે.
તેણે અંદરથી રૂમ બંધ કરી દીધો, ગેસ સ્ટવ પર લાંચની રકમ સળગાવી દીધી અને તેના અવશેષોને પાણી સાથે સિંકમાં વહાવી દેવાનો પ્રયાસ કર્યો. ટીમે બળજબરીથી દરવાજો ખોલ્યો અને સિંકમાંથી નોટોના બળી ગયેલા ટુકડા કબજે કર્યા. જ્યારે આરોપીને તેના હાથ ધોવાનું કહેવામાં આવ્યું, ત્યારે પાણી ગુલાબી થઈ ગયું.
ધરપકડ કરાયેલ અધિકારી વિપુલ તિવારી મૂળ પ્રતાપગઢ જિલ્લાનો છે અને ટૌરિયા વિસ્તારમાં ફરજ બજાવતો હતો. કોતવાલી વિસ્તારની થનવારાના ટૌરિયા ગામના રહેવાસી મનોજ કુમારે ભ્રષ્ટાચાર નિરોધક ટીમમાં ફરિયાદ નોંધાવી હતી કે, સત્તાવાર કાર્યવાહી દરમિયાન જમીનનો કબજો જાળવી રાખવા માટે અધિકારી લાંચ માંગી રહ્યા છે.
ભ્રષ્ટાચાર નિરોધક સંગઠનની ઝાંસી શાખાએ ગુરુવારે લલિતપુરમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી મનોજ કુમારની જમીન ગાટા (પ્લોટ) નંબર 767 પર આવેલી છે, જ્યાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ સીમા નિર્ધારણની પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ હતી. લેખપાલ તિવારીએ બીજા પક્ષ તરફથી મળેલી અરજીનો હવાલો આપીને રૂ.20,000ની માંગણી કરી હતી. બાદમાં સોદો રૂ.15,000માં નક્કી થયો હતો, જેમાં રકમ ચૂકવવામાં ન આવે કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી હતી.
ફરિયાદ મળ્યા બાદ,એન્ટી કરપ્શન ટીમે ટ્રેપ બિછાવી અને અધિકારીના ભાડાના મકાનમાં દરોડો પાડ્યો. ટીમે આ કેસમાં મહત્ત્વપૂર્ણ પુરાવા તરીકે ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને વીડિયોનો પણ સમાવેશ કર્યો છે. મનોજે જણાવ્યું હતું કે તે લાંચ આપવા માંગતો નહોતો, તેથી મેં ઝાંસીની એન્ટી-કરપ્શન ટીમ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ‘લેખપાલ’એ શરૂઆતમાં તેને લાંચની રકમ આપવા માટે ‘તુવન ક્રોસિંગ’ પર બોલાવ્યો હતો પરંતુ ત્યાં રકમ સ્વીકારી નહોતી; ત્યારબાદ, તેણે તેને ‘શારદા મંદિર’ પાસે બોલાવ્યો, પરંતુ ત્યાં પણ રકમ લીધી નહોતી.
ગુરુવારે બપોરે લગભગ 3 વાગ્યે, લેખપાલેમનોજને આઝાદપુરાની શારદા વિહાર કોલોનીમાં આવેલા તેમના ભાડાના મકાન બહાર મળવા કહ્યું. મનોજે જેવા જ તેને રૂ. 15,000 આપ્યા કે તરત જ એન્ટી કરપ્શન ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ. એન્ટી કરપ્શન ટીમને જોતાં જ ‘લેખપાલ’ દોડીને પોતાના ભાડાના મકાનમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. ટીમે દરવાજો ખોલાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેણે દરવાજો ન ખોલ્યો. આખરે, ટીમે દરવાજો તોડી નાખ્યો અને ઘરમાં પ્રવેશ કર્યો.
રૂમ કાગળો સળગાવવાથી થયેલા ધુમાડાથી ભરેલો હતો અને રસોડાના સિંકમાં સળગેલી ચલણી નોટોની રાખ મળી આવી હતી. તપાસ દરમિયાન ટીમને સળગેલી નોટોના ટુકડા પણ મળી આવ્યા હતા. ત્યારબાદ ‘લેખપાલ’ને પકડી લેવામાં આવ્યા અને તેમના હાથ કેમિકલથી ધોવાડવામાં આવ્યા હતા; હાથના ધોવાયા બાદ કમિકલનનો રંગ ગુલાબી બની ગયો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.
ફરિયાદી મનોજના જણાવ્યા અનુસાર, તત્કાલીન લેખપાલે 30 મે, 2023ના રોજ તેની જમીનનું સર્વેક્ષણ કર્યું હતું અને તેની સીમાઓ નક્કી કરી હતી. ત્યારબાદ, તેને પ્લોટનો કબજો સોંપવામાં આવ્યો હતો અને ‘ફીલ્ડ બુક’ મુજબ જમીન પર પથ્થર પણ લગાવવામાં આવ્યા હતા. મનોજનો આરોપ છે કે આમ છતાક્ષેત્રિય લેખપાલ વિપુલ તિવારીએ બીજા ખાતેદાર તરફથી કલમ 30(2) હેઠળ કાર્યવાહી કરવા માટે કરવામાં આવેલી અરજીનો સંદર્ભ આપીને તેની પાસે લાંચ માંગવામાં આવી હતી.
