છોટાઉદેપુરમાં ઘઉંના લોટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 20.30 લાખનો મુદ્દામાલ જપ્ત

Spread the love

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘઉંના લોટના કોથળાની આડમાં આઇસર ગાડીમાં ગેરકાયદેસર રીતે લઇ જવાતો રૂ. 10 લાખ 52 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂ સહિત બે આરોપી માધુસિંહ ભુવાનસિંહ અવાસીયા (રહે. હરસવાટ પટેલ ફળીયા, તા.જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ) સચીનભાઇ વેસ્તાભાઇ બઘેલ (રહે. ગિરાલા ગોહન ખોત્રા ફળીયા, તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) તેમજ આઇસર ગાડી મળીને કુલ રૂ.20,30,110 /- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

 

છોટાઉદેપુર પોલીસ અધીક્ષક ઇમ્તીયાઝભાઈ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા અને ગેરકાયદેસર હેરાફેરી નેસ્તનાબૂદ કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે LCB પોલીસ ઇન્સપેક્ટર એમ.એફ.ડામોરની આગેવાનીમાં LCB ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે મળેલ બાતમીના આધારે રંગપુર નાકા પર નાકાબંધી કરવામાં આવી હતી. સુરખેડા તરફથી આવી રહેલી એક કેસરી કલરની આઇસર ગાડી જેનો રજિસ્ટર.નં. MP-13 -ZD-2510 ને રોકીને તપાસ કરતા, ગાડીમાંથી ઘઉંના લોટના પ્લાસ્ટિકના કોથળાની પાછળ સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂની બોટલ: 4070 નંગ જેની કિંમત રૂ. 10,52,410/- આઇસર ગાડી કિંમત રૂ. 8,00,000/- ઘઉંનો લોટ: 3600 કિલો કિંમત રૂ.1,56,000/-

મોબાઇલ ફોન: ૨ નંગ કિંમત રૂ. 20,000/-રોકડ રકમ: રૂ 1,700/- કુલ મુદ્દામાલ કિંમત: રૂ. 20,30,110/- નો ઝડપી પાડ્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ પકડવાના બાકી આરોપી દિલુ ઉર્ફે દિલીપભાઇ હિરલાભાઇ ચૌગડ (રહે. ગિરાલા, તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ મામલે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *