૧૬ ઓગસ્ટથી અલગ કચરો નહીં આપનાર ના ઘરેથી કચરો ઉપાડવાની સેવા સ્થગિત : ડૉ. ધવલ પટેલ

Spread the love

પાટનગરની પર્યાવરણીય સુરક્ષા માટે સુકો અને ભીનો કચરો ઉત્પત્તિ સ્થાનેથી જ અલગ કરીને લેવાની મહાનગર પાલિકા દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. તેના માટે ગત તારીખ ૧ ઓગસ્ટના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ. ધવલ પટેલ દ્વારા સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારના રહેવાસીઓને અપિલ કરવામાં આવી હતી. હવે તંત્ર દ્વારા ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬ નામના કાયદાનો અનિવાર્ય અમલ ગાંધીનગરમાં ચાલુ કરવામાં આવનાર છે. તેના અંતર્ગત તારીખ ૧૬મી ઓગસ્ટથી જે ઘરેથી સુકો અને ભીનો કચરો અલગ કરીને આપવામાં નહીં તે ઘરેથી કચરો ઉપાડવાની સેવા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

વિશ્વભરમાં વિવિધ કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબથી કરવા પર ભાર મુકાઇ રહ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નગરજનોને મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ. ધવલ પટેલ દ્વારા ઘરેથી જ સુકા અને ભીના કચરાને અલગ પાડીને કચરા ગાડીને આપવા માટે અપિલ કરાઇ હતી. તંત્ર દ્વારા કમિશનરનો પત્ર અને સુકા-ભીના કચરાની સમજ આપતા સ્ટિકર તથા પત્રિકા ઘરે ઘરે પહોંચાડવા ઝુંબેશ ચલાવાઇ હતી. કેમ કે બાયોડીગ્રેબલ મતલબ કે જેનું વિઘટન થઇ શકે છે, તેવા ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે અને નોન- બાયોડીગ્રેબલ એટલે કે જેનું વિઘટન થઇ શકતું નથી તેવા સુકા કચરાને રી-સાયકલ અથવા રી-યુઝ કરી શકાય છે. પરંતુ તેમ કરવા માટે કચરાને અલગ કરવાનું અનિવાર્ય છે. આથી ગાંધીનગરના દરેક પરિવારને તેના ઘરેથી જ સુકો અને ભીનો કચરો અલગ કરીને આપવા માટે સમજ અપાઇ હતી.

 

આ દિશામાં આખા દેશમાં સફળતા મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ નામનો કાયદો વર્ષ ૨૦૧૬થી અમલી કરાયો છે. આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ આપવા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘એક પગલું સ્વચ્છતા તરફ’નો નારો તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો છે. ઉપરોક્ત કાયદામાં કચરો ઉત્પન્ન કરનાર દ્વારા જ કચરાને અલગ અલગ એકત્ર કરવા અને સંગ્રહ કરવાની વાત અત્યંત સ્પષ્ટતાથી જણાવવામાં આવેલી છે.

૧૫ ઓગષ્ટ- સ્વતંત્રતા દિન નિમિતે કચરાનું સેગ્રીગેશન કરીને સાચા અર્થમાં ભારત માતાનું ઋણ ચૂકવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com