હવે આ જિંદગીમાં ક્યારેય ચોરી નહીં કરે: ટ્રેનમાં ચોરી કરવા જતાં પકડી લીધો, પછી જે થયું તે જોઈને રુંવાડા ઊભા થઈ જશે

Spread the love

બિહારના ભાગલપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શિવનારાયણપુર રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરવાની કોશિશ કરી રહેલો એક શખ્સ ખુદ ફસાઈ ગયો. યાત્રીઓની સૂઝબૂઝ અને પકડાઈ જવાના કારણે આરોપી ટ્રેનની બારી સાથે લટકી ગયો અને લગભગ 100 મીટર સુધી પોતાના જીવની ભીખ માગતો રહ્યો.

 

જાણકારી અનુસાર, શિવનારાયણપુર સ્ટેશન પર એક શખ્સે ચાલતી ટ્રેનની બારીમાંથી મુસાફરનો મોબાઈલ ચોરવાની કોશિશ કરી હતી.જો કે તે મોબાઈલ ચોરીને ભાગે તે પહેલા સતર્ક યાત્રીઓએ તેનો હાથ બરાબર પકડી રાખ્યો. આ દરમિયાન ટ્રેન ઉપડી ગઈ, જેનાથી આરોપીના પગ જમીનથી હટી ગયા અને તે બારીની મદદથી હવામાં લટકતો રહ્યો.

 

વીડિયોમાં શું દેખાયું

 

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કથિત ચોર ગંભીર રીતે ડરેલો છે. તે ટ્રેનની અંદર બેઠેલા યાત્રીઓને વારંવાર કહી રહ્યો છે કે પ્લીઝ ભૈયા, મારો હાથ છોડતા નહીં.લગભગ 100 મીટર સુધી ટ્રેન સાથે લટકી રહ્યા બાદ છેલ્લે તેનું બેલેન્સ બગડ્યું અને તે પ્લેટફોર્મ પર નીચે ધડામ દઈને પડ્યો. સારી વાત એ છે કે આ જીવલેણ દુર્ઘટનામાં તેનો જીવ બચી ગયો. જો કે આ પ્રકારની ખતરનાક હરકતથી મોટી દુર્ઘટના થઈ શકે છે.

 

હાલમાં આ વીડિયો સામે આવ્યા બાદ રેલવે સુરક્ષા અને યાત્રીઓની સુરક્ષાને લઈ ફરી એક વાર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલામાં પોલીસ અને રેલવે પ્રશાસન તરફથી વિસ્તૃત સત્તાવાર નિવેદન હજુ આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *