શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા જરૂરી પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને, શરીરમાં ‘Calcium’ હોવું અત્યંત આવશ્યક છે. તે માત્ર હાડકાં અને દાંતને મજબૂત બનાવવાનું કામ નથી કરતું પરંતુ સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.એવામાં શું તમને ખબર છે કે, ખાવા-પીવાની કેટલીક આદતો શરીરમાં કેલ્શિયમના સંતુલન અને હાડકાંના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડી શકે છે? જો તમે પણ અનેક રોગોને દૂર રાખવા માંગો છો, તો પોતાના સ્વાસ્થ્યને ફિટ રાખવા માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે.તમારે તમારા આહારમાં ખૂબ વધારે પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડનું સેવન પણ વધુ માત્રામાં ન કરવું જોઈએ. તે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. રોજિંદા આહારમાં તાજા ફળો, શાકભાજી, દાળ, દૂધ-દહીં, સૂકો મેવો અને આખા અનાજનું સેવન કરવું જોઈએ.જરૂરિયાત કરતાં વધુ મીઠું પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને તે તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે બગાડી દે છે. ચિપ્સ, નમકીન, પેકેજ્ડ સ્નેક્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, અથાણું અને ઘણા પ્રોસેસ્ડ ફૂડને દૂર કરી દેવા જોઈએ.
