ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં માતા-પિતા અને તેમનાં ત્રણ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. રબૂપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતીમાં ચા અને મેગી ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે, મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. ચા અને મેગી ખાધા બાદ પરિવારનાં મોતની…
