વેનેઝુએલા સહિતના અનેક ગ્રેડના ક્રુડતેલનું પ્રોસેસીંગ કરવા જામનગર રિફાઈનરી સક્ષમ : અમેરિકા માટે મોટા પાયે ડિઝલ નિકાસ કરી શકે
નવી દિલ્હી તા.17
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક જ ભારત પર મહેરબાન થવા લાગ્યા છે તેની પાછળનું રહસ્ય બહાર આવ્યું છે અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબીયો ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
ત્યારે તેઓ દિલ્હી પહોંચવાના બદલે મુંબઈ અને જામનગરની મુલાકાત લેશે પણ તેમની મુલાકાત પાછળ હવે અમેરિકાની ડિઝલની જરૂરિયાત ખુલી થઈ ગઈ છે.રશિયા પર પ્રતિબંધ હટાવીને પ્રમુખ ટ્રમ્પે દુનિયામાં ક્રુડ ઓઈલ પરનું દબાણ ઘટે તે જોયુ છે.
સાથોસાથ તેઓ રશિયા પાસેથી પણ ડિઝલ ખરીદવાનો કરાર કરી રહ્યા છે તો અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબીયો દીલ્હીને બદલે મુંબઈ અને જામનગર આવીને ભારત હવે અમેરિકાને પણ ડિઝલ પુરુ પાડે તે નિશ્ચિત કરવા જઈ રહ્યા છે.
તેઓ મુંબઈમાં વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરશે અને આ મુલાકાત એ કોઈ ડિપ્લોમેટીક નહી પણ બિઝનેસ ડિપ્લોમસી હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં તેઓએ અનેક મુલાકાતો ગોઠવી છે તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને પણ મળશે તેવા સંકેત છે ત્યારબાદ તેઓ જામનગર આવશે. અહી રિલાયન્સ રિફાઈનરીની પણ મુલાકાત લેશે અને અહી મહત્વની ચર્ચા થઈ રહી છે.
એટલું જ નહી થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અમેરિકામાં રિફાઈનરી ખોલવા જઈ રહી છે. આમ રિલાયન્સની મુલાકાત એ માર્કો રૂબિયોની ભારત મુલાકાતના કેન્દ્રમાં છે અને ભારત જે રીતે ક્રુડતેલનું રિફાઈનીંગ કરે છે અને ખાસ કરીને જામનગરની રિફાઈનરી એ દુનિયામાં સૌથી મોટી રિફાઈનરી છે જે રશિયા અને વેનેઝુએલા બંનેના ક્રુડતેલને રિફાઈન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકાએ જે રીતે વેનેઝુએલાના ક્રુડતેલ પર કબ્જો કર્યો છે તે ભારતમાં નિકાસ કરીને ડિઝલ અને અન્ય પેટ્રો ઉત્પાદનો મેળવે તેવા સંકેત છે જેમાં રિલાયન્સ મહત્વની ભૂમિકા ભજવશે. અમેરિકામાં ડિઝલના ભાવ અત્યાર સુધીમાં સૌથી ઉંચા 6.529 ડોલર પ્રતિ ગેલન થયા છે અને અમેરિકામાં ટ્રમ્પની ગેસ અને ડિઝલ નીતિ સામે જબરો આક્રોશ છે. ટ્રમ્પે હાલમાં જ રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી યુદ્ધ વિરામ થયાની જાહેરાત કરી હતી..
તેનો હેતુ પણ રશિયા કે જે દુનિયાનું સૌથી મોટુ ક્રુડ ઓઈલ ઉત્પાદક છે અને પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં પણ પ્રથમ ક્રમે છે તેની રિફાઈનરીઓને કોઈ વધુ હાની ન પહોંચે તે ટ્રમ્પ જોવા માંગે છે અને તેથી જ તેઓએ ભારત પરના પ્રતિબંધ પણ ઉઠાવી લીધા છે.
રિલાયન્સ રિફાઈનરી રોજના 14 લાખ બેરલ ક્રુડતેલ પ્રોસેસીંગની ક્ષમતા ધરાવે છે અને અનેક ગ્રેડના ક્રુડતેલ પ્રોસેસ કરી શકે છે. તેના કારણે અમેરિકા માટે સરળ થઈ શકે તેમ છે. રિલાયન્સે હાલમાં જ યુરોપ અને બ્રાઝીલમાં મોટાપાયે ક્રુડતેલ નિકાસ કર્યુ છે. આમ ભારત માટે સરળતા બની રહી છે.
બીજી તરફ હાલમાં જ સરકારે ડિઝલની નિકાસ પરના વિન્ડફોલ ટેકસમાં પણ ઘટાડો કર્યો તે સૂચક છે. જેથી અમેરિકામાં ડિઝલની નિકાસ એ વધુ ઓછા ભાવે થઈ શકશે. આમ અમેરિકા સાહસ માટે સમાધાન કરવા તૈયાર થઈ ગયું છે.
