સરકારે શેરડીના રસ અને ખાંડમાંથી બનેલા ઇથેનોલ પર પ્રતિબંધ મુક્યો

Spread the love

સરકારે શેરડીના રસ, ખાંડ અને ખાંડની ચાસણીમાંથી બનેલા ઇથેનોલ પર પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત, મકાઈ આધારિત ઇથેનોલ માટેના પ્રોત્સાહનોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હા, સરકારી માલિકીની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ ૨૦૨૬-૨૭ સપ્લાય વર્ષ માટે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા માટે શેરડીના રસ, ખાંડ, ખાંડની ચાસણી અને બી-હેવી મોલાસીસમાંથી બનાવેલ ઇથેનોલનો સમાવેશ તેમના નવીનતમ ખરીદી ટેન્ડરમાં કર્યો નથી.

 

સરકારે સ્થાનિક ખાંડની ઉપલબ્ધતા જાળવવા અને પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમને ચાલુ રાખવા માટે આ પગલું ભર્યું છે.

પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા ટેન્ડરમાં, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ નવેમ્બરથી શરૂ થતા સપ્લાય વર્ષ માટે આશરે ૧,૧૦૦ કરોડ લિટર ઇથેનોલની ખરીદી માટે બિડ માંગી છે. આનો હેતુ પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાની જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે. મકાઈ આધારિત ઇથેનોલ માટે પ્રોત્સાહન રકમ પણ અગાઉના ૭૧.૮૬ પ્રતિ લિટરથી ઘટાડીને ૬૮.૮૬ પ્રતિ લિટર કરવામાં આવી છે.

ટેન્ડર દસ્તાવેજામાં જણાવાયું છે કે, “ભારત સરકારે નિર્દેશ આપ્યો છે કે ૨૦૨૬-૨૭ ઇથેનોલ સપ્લાય વર્ષ માટે ઇથેનોલ ઉત્પાદનમાં ખાંડનો ઉપયોગ દૂર કરવામાં આવે.” તેમાં ઉમેર્યું છે કે, “આ વોલ્યુમ-આધારિત પ્રાપ્તિ ટેન્ડર શેરડીના રસ, ખાંડ અથવા ખાંડની ચાસણી અને બી-હેવી મોલાસીસમાંથી બનેલા ઇથેનોલ માટે બિડ આમંત્રિત કરતું નથી.” આ પ્રતિબંધ પેટ્રોલ મિશ્રણ કાર્યક્રમ માટે કાચા માલની ખરીદી વ્યૂહરચનામાં ફેરફાર કરશે.

આ કાર્યક્રમ ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને વાહન ઉત્સર્જન ઘટાડવા માટે અનાજ અને શેરડી બંનેમાંથી બનાવેલ ઇથેનોલનો ઉપયોગ કરી રહ્યો છે. ટેન્ડર દસ્તાવેજો અનુસાર, મકાઈમાંથી બનાવેલ ઇથેનોલ, તૂટેલા ચોખા, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદેલા વધારાના ચોખા, અને સી-હેવી મોલાસીસના પુરવઠા માટે બિડ કરી શકાય છે.

મકાઈ આધારિત ઇથેનોલ પર પ્રોત્સાહન ૫.૭૯ પ્રતિ લિટરથી ઘટાડીને ૨.૭૯ પ્રતિ લિટર કરવાથી આ અનાજમાંથી ઇથેનોલ ઉત્પન્ન કરતી કંપનીઓના નફામાં ઘટાડો થવાની ધારણા છે. દરમિયાન, ટેન્ડરમાંથી ખાંડ આધારિત કાચા માલને બાકાત રાખવાથી વૈકલ્પિક કાચા માલનું મહત્વ વધશે. સ્થાનિક ખાંડની ઉપલબ્ધતા અંગે વધતી ચિંતાઓ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યોમાં ઓછો વરસાદ ઉત્પાદનમાં ઘટાડો અને ભાવમાં વધારો થવાનું જાખમ ઉભું કરે છે. ખાંડનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક ભારતે આયાતી કાચા તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે પેટ્રોલમાં ઇથેનોલનો ઉપયોગ ઝડપથી વધાર્યો છે. જા કે, ઇથેનોલ ઉત્પાદન માટે શેરડી અને ખાંડનો ઉપયોગ ખાદ્ય વપરાશ માટે તેમની ઉપલબ્ધતાને અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે ઉત્પાદન ઓછું રહેવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *