હરિદ્વારમાં પહેલી વાર જોવા મળ્યો વિચિત્ર નજારો, ગંગા નદી ખાલી જોવા મળતા શ્રદ્ધાળુઓ નિરાશ થયા

Spread the love

ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા સ્નાન માટે પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાલમાં નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. હર કી પૌડી સહિત શહેરના કેટલાય મુખ્ય ઘાટો પર ગંગાનું જળસ્તર સામાન્યથી ઓછું દેખાઈ રહ્યું છે. જે શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવવા અને ધાર્મિક અનુષ્ઠાન કરવાની ઈચ્છા લઈ હરિદ્વાર પહોંચી રહ્યા છે, તેમને ઓછા પાણીની વચ્ચે સ્નાન કરવું પડી રહ્યું છે.

કહેવાય છે કે પાણીને ૨૦ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.

 

પાણી ન હોવાથી નિરાશ થયા શ્રદ્ધાળુઓ

 

હરિદ્વાર આવતા શ્રદ્ધાળુઓ માટે ગંગામાં ડૂબકી લગાવવી ખાલી સ્નાન નથી, પણ આસ્થા અને પરંપરા સાથે જોડાયેલો અનુભવ છે. આવા સમયે ઘાટ પર ઓછું પાણી જોઈ કેટલાય લોકો નિરાશ થઈ રહ્યા છે. અમુક શ્રદ્ધાળુઓને પાણીમાં ઉતરી સ્નાન કરવાની જગ્યાએ લોટા અને બીજા વાસણમાં ગંગાજળ લઈ સ્નાન કરવું પડે છે.

ગંગા દર્શન માટે પહોંચી રહેલા એક શખ્સે જણાવ્યું કે, તે આ પવિત્ર સ્નાન કરવાની ઈચ્છા લઈને હરિદ્વાર આવ્યા હતા. જો કે, અહીં પહોંચતા તેમને ગંગામાં ઓછું પાણી દેખાયું. તેમ છતાં તેણે જે હતું તેમાં સ્નાન કર્યું અને ગંગા માતાના દર્શન કરી પોતાની આસ્થા વ્યક્ત કરી. વળી પોતાના બાળકોનું મુંડન સંસ્કાર કરાવી હરિદ્વાર પહોંચેલી ગરિમાએ પણ ઓછું જળસ્તર જોઈ નિરાશા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, પહેલી વાર હરિદ્વાર આવવા પર મુખ્ય ધારામાં ઓછું પાણી જોઈ તેમને થોડી માયૂસી થઈ. જો કે, પરિવારે પૂજા-પાઠ અને બીજા ધાર્મિક સંસ્કાર પૂરા કર્યા.

આખરે પાણી કેમ ઓછું થયું

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરિદ્વારથી કાનપુર સુધી ફેલાયેલી અપર ગંગા નહેરને વાર્ષિક દેખરેખ માટે ૨૦ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ દરમ્યાન નહેરની સફાઈ, કચરો હટાવવો અને જરૂરી સમારકામ કરવામાં આવશે. સાથે જ આવનારા કુંભ મેળાને જોતા તેને સારુ બનાવવા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

 

આ બધું કામ ઉત્તર પ્રદેશ સિંચાઈ વિભાગ અંડરમાં આવે છે. નહેરમાં પાણીનો પ્રવાહ બંધ થવા અથવા ઓછો થવાની અસર હરિદ્વારના અમુક ઘાટો પર પણ દેખાઈ રહી છે. જો કે ગંગાના જળસ્તર અને પ્રવાહની સ્થિતિ અલગ અલગ ઘાટો પર અલગ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *