ભારે કરી! મેળામાં આવેલી હાથિણીને જોઈ હાથી પ્રેમમાં પડ્યો, સાથે રહેવા ન મળતા ગામ ગાંડુ કર્યું, મહાવતને પછાડીને માર્યો

Spread the love

ઈબાદત, ઈશ્ક હૈ પૂજા, ઈશ્ક ખુદા કા નામ હૈ દૂજા…, કિશોર કુમાર અને લતા મંગેશકરે 1985માં ફિલ્મ અલગ-અલગ માટે આ લોકપ્રિય ગીત ગાયું હતું જે 2026માં એક અનોખી અને ચોંકાવનારી ઘટના પર એકદમ ફિટ બેસે છે. કહેવાય છે કે પ્રેમમાં માણસ પોતાની સુધ-બુધ ખોઈ બેસે છે અને છૂટા પડવાના ગમથી વિહવળ થઈ જાય છે.પણ શું તમે ક્યારેય કોઈ જાનવરને પ્રેમમાં પાગલ થતા જોયા છે? ઘણા લોકો પાસે અલગ અલગ જવાબો હશે. પણ ઉત્તર પ્રદેશના બનારસમાં રામનગરની ઐતિહાસિક રામલીલા દરમિયાન જે નજારો જોવા મળ્યો, તેણે સૌને ચોંકાવી દીધા.

 

5 ટનનો હાથી પ્રેમમાં પાગલ થયો

 

18 ઓક્ટોબરના રોજ 5 ટનનો એક વિશાળકાય મેલ હાથી અચાનક બેકાબૂ થઈ ગયો. ગુસ્સામાં તેણે પોતાના મહાવતને ઉઠાવીને જમીન પર પછાડ્યો અને રોડ પર લગભગ 14થી 15 કલાક સુધી તાંડવ કરતો રહ્યો. લોકોએ કહ્યું કે, હાથી હાથીણીના પ્રેમમાં પાગલ થઈ ગયો છે. હવે સવાલ એ છે કે શું આ મૂગા જાનવરને પોતાના સાથી પ્રત્યે આટલો લગાવ અને વિયોગ હોય કે પછી તેની પાછળ શરીરમાં થનારા હોર્મોનલ બદલાવ માટેના બીજા કોઈ કારણ હતા?

 

આ રસપ્રદ ઘટનાએ ફરી એક વાર વિચારવા મજબૂર કરી દીધા છે? તેના અસલ કારણને લઈ નિશ્ચિત રીતે તો કંઈ કહી શકાય નહીં, પણ આ ઘટના એક ભાવુક સવાલ જરૂર કરે છે કે શું પ્રેમની ભાષા ખાલી માણસ સમજે છે, કે પ્રકૃતિના મૌન સંસારમાં પણ લગાવની એવી કહાનીઓ જન્મ લે છે. જેને શબ્દોની નહીં ખાલી અનુભૂતિની જરૂર હોય છે. તો આવો જાણીએ આખી કહાની અને ડોક્ટર તેના પર શું કહે છે.

 

હાથીણી જતી રહેતા હાથીના વર્તનમાં કેમ બદલાવ આવ્યો?

 

મીડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર, બનારસના રામનગરમાં 18 ઓક્ટોબરના રોજ રામલીલા મેળા દરમિયાન એક મેલ હાથી અચાનક બેકાબૂ થઈ ગયો. જેનું વજન લગભગ 5 ટન હતો. હાથી એટલો ગુસ્સામાં હતો કે પોતાના મહાવતને પણ પછાડીને માર્યો. તેનાથી મહાવત ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ત્યાર બાદ પણ હાથીનું મન ન ભરાયું તો વીજળીનો થાંભલો ઉખાડી નાખ્યો. બે ત્રણ ઓટો રિક્ષાને ઉલાળી નાખી અને આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી ગઈ. દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર જ્યારે હાથીનું તાંડવ શાંત ન થતાં કાનપુર પ્રાણી સંગ્રહાલયના પશુ ચિકિત્સક ડો. નાસિર ખાન અને ગોરખપુરની ટીમ બોલાવી. ડોક્ટરે હાથીના વ્યવહારમાં બદલાવનું કારણ જાણવા માટે તેની તપાસ શરૂ કરી. ત્યારે ખબર પડી કે આ મેળામાં બિહારમાંથી એક હાથીણી આવી હતી.

 

ડો. નાસિર ખાનના જણાવ્યા અનુસાર, મહાવતોએ જણાવ્યું કે, રામલીલા મેળામાં બિહારમાંથી એક હાથીણી આવી હતી. તે પ્રજનન અનુકૂળ અવસ્થા એટલે કે હીટમાં હતી. હાથીણી થોડા દિવસ મેળામાં રહ્યા બાદ પાછી બિહાર જતી રહી. પણ ડોક્ટરના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ હાથીના વ્યવહારમાં બદલાવ શરૂ થઈ ગયો. અહીંથી હાથી બેકાબૂ થવા અને હાથીણીના પ્રેમ સંબંધની ચર્ચા શરૂ થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *