આવાસ ખાલી નહીં કરો તો કોર્ટના ધક્કા ખાવા પડશે! કર્મચારીઓને તંત્રની ચીમકી, મકાન ખાલી ન કરનાર સામે થશે કાનૂની કાર્યવાહી

Spread the love

શહેરમાં સરકારી આવાસો ખાલી કરાવવા હવે તંત્ર કડક વલણ અપનાવશે. ભયજનક જાહેર કરાયેલાં મકાનો ખાલી કરવાની નોટિસ છતાં કબજો નહીં છોડતા કર્મચારીઓ તથા બદલી, નિવૃત્તિ કે અવસાન બાદ પણ સરકારી આવાસ ખાલી નહીં કરવાના કિસ્સામાં પાયોવિએ ઇવિક્શન કોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે.

 

આવા અનધિકૃત કબજાવાળા આવાસ ખાલી કરાવવા કેસની ફાઇલ તૈયાર કરવાની સૂચના અપાઇ છે.

શહેરમાં એક તરફ ભયજનક હોવાથી ખાલી કરાવવાના આવાસોની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ કર્મચારીઓની જરૂરિયાતને પહોંચી વળે એટલા નવા આવાસ સમયસર તૈયાર થયા નથી.

 

કબજો ચાલુ રહેતાં પાત્ર કર્મચારીને આવાસ ફાળવણીમાં મુશ્કેલી ઊભી થાય છે. હવે પાટનગર યોજના વિભાગે બદલી, નિવૃત્તિ કે અવસાન બાદ પણ ખાલી ન કરાયેલા આવાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *