આવતીકાલની સવાર સુધી બંગાળની ખાડીમાં બની રહેલું લો-પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે
બંગાળની ખાડીમાં બની રહેલું લો-પ્રેશરનું ક્ષેત્ર સતત મજબૂત થઈ રહૃાું છે અને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ શનિવારે જણાવ્યું કે ૨૭ ઓક્ટોબર સુધી તે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદૃલાઈ શકે છે. આ સાથે ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ, આંધ્ર પ્રદૃેશ, તમિલનાડુ, છત્તીસગઢ અને કેરલમની સાથે અન્ય કેટલાક રાજ્યોમાં ભારે વરસાદૃ થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે હળવા દૃબાણનું ક્ષેત્ર પશ્ર્ચિમથી ઉત્તર-પશ્ર્ચિમ તરફ વધવા અને ૨૬ ઓક્ટોબરની સવાર સુધી બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેની નજીક પશ્ર્ચિમ-મધ્ય હિસ્સાની ઉપર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે ત્યારબાદૃ ૨૭ ઓક્ટોબરની સવાર સુધી તોફાન પશ્ર્ચિમ-મધ્ય બંગાળની ખાડીની ઉપર ગંભીર ચક્રવાતી તોફાનમાં બદૃલાવાનું અનુમાન છે. તેના ઉત્તર-પશ્ર્ચિમ તરફ વધવા અને વધુ તીવ્ર થઈ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની આશંકા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે ૨૮ ઓક્ટોબરની સવાર સુધી આંધ્ર પ્રદૃેશના કિનારાની પાસે પશ્ર્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાનું અનુમાન છે. તે ૨૮ ઓક્ટોબરે પૂર્વાહ્ન બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદૃેશ તથા યામનના કિનારે ખુબ ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં પાર કરવાની પ્રબળ સંભાવના છે.
વિભાગ અનુસાર આ દૃરમિયાન હવાની મહત્તમ નિરંતર ગતિ ૧૧૫થી ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, જ્યારે પવનના ઝાપટાંની ગતિ પ્રતિ કલાક ૧૪૦ કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે. હાલ બંગાળની ખાડીમાં હવાઓની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ છે.
૨૬ ઓક્ટોબરે હવાની ગતિ ૭૦થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. તો કિનારાની નજીક પહોંચવા પર ગતિ ૧૦૦ની આસપાસ જઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ૨૫ ઓક્ટોબરથી અંડમાન નિકોબાર દ્વીપસમૂહમાં વરસાદૃનો સિલસિલો શરૂ થઈ શકે છે. ઓડિશામાં ૨૬ ઓક્ટોબરથી વરસાદૃ શરૂ થઈ શકે છે.
ભારે પવન સાથે વરસાદૃ મોટી સંખ્યામાં વૃક્ષો વેરવિખેર કરી શકે છે. તેવામાં લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ચક્રવાતની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે તૈયારીઓ તેજ કરી છે.
મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સરકારનો હેતુ જાનહાનિ અટકાવવાનો અને નુકસાન ઓછું કરવાનો છે.
આગાહી અનુસાર, ગંજામ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને માલકાનગિરી જિલ્લામાં ૨૮ અને ૨૯ ઑક્ટોબરે ભારે વરસાદૃ તથા તેજ પવનની શક્યતા છે. આ જિલ્લાઓમાં ૨૭થી ૨૯ ઑક્ટોબર દૃરમિયાન શાળા-કોલેજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
