ભારે કરી! સોશિયલ મીડિયા પર 21 લાખ ફોલોઅર્સ પણ સરપંચની ચૂંટણીમાં ખાલી 33 વોટ મળ્યા, 11 મત તો પરિવારના જ હતા

Spread the love

રાજસ્થાન પંચાયત ચૂંટણીના પ્રથમ તબક્કામાં કેટલાય જિલ્લાના સરપંચ ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે, પણ સૌથી વધારે ચર્ચા એક એવા ઉમેદવારની થઈ રહી છે, જેને લોકો સોશિયલ મીડિયા પર સ્ટાર માની રહ્યા છે, પણ ચૂંટણીમાં તેમને જનતાનો સાથ મળ્યો નથી. આ શખ્સ રાજસ્થાનના ફલૌદીના રહેવાસી છે. ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર તેમને 21 લાખથી વધારે ફોલોઅર્સ છે, પણ તેમને ચૂંટણીમાં ખાલી 33 વોટ મળ્યા છે.લાખોમાં ફોલોઅર્સ છતાં પણ 33 વોટ મળવાના કારણે તેમની ભારે ચર્ચા થવા લાગી છે.

 

સોશિયલ મીડિયા પર જે શખ્સની વાત થઈ રહી છે, તેમનું નામ છે ઓમપ્રકાશ બિશ્નોઈ. તમે સોશિયલ મીડિયા પર તેમના વીડિયો પણ જોયા હશે, જેમાં તેઓ ઘી સાથે ખાવાનું ખાતા દેખાય છે. દેશી અંદાજમાં તેમના ખાવાના વીડિયો ખૂબ વાયરલ થાય છે. હવે તેઓ સરપંચની ચૂંટણીના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે ફલૌદીના ઈંદ્રોની ઢાણી-2માંથી પંચાયતની ચૂંટણી લડી હતી, પણ જ્યારે પરિણામ આવ્યા તો તેમને ખાલી 33 વોટ મળ્યા. પંચાયતમાં કૂલ 1600 વોટ હતા.

 

આ પરિણામ જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી ધાર્મિક કાર્યો કરતા આવ્યા છે અને મોટી સંખ્યામાં ગાયોની સેવા પણ કરી રહ્યા છે. કેટલાય વર્ષોથી ગાયોની સેવા કર્યા બાદ વિચાર્યું કે હવે જનતાની પણ સેવા કરવી જોઈએ અને જનતાની સેવા કરવા માટે મેં સરપંચની ચૂંટણી લડી. પણ આ વખતે લોકોનો સાથ મળ્યો નહીં.

 

તેમણે પોતાની ચૂંટણીને લઈ કહ્યું કે, હું પહેલાથી સેવા કરતો આવ્યો છું. પછી હું દરેક મતદારને મળ્યો છું, તેમના સાથે પહોંચ્યો છું. આ દરમ્યાન મેં લોકોને દેશી ઘીમાંથી બનાવેલું ખાવાનું ખવડાવ્યું છે, ભંડારો કર્યો. પણ મતપેટીમાં મને ખાલી 33 વોટ મળ્યા. હું જ્યારે લોકોને મળતો હતો, તો લોકો કહેતા હતા કે અમે બધા તમારા સાથે છીએ. પણ રિઝલ્ટ કંઈક જૂદું જ સામે આવ્યું. 40 વોટ તો નોટાના નીકળ્યા, પણ મને ખાલી 33 જ મળ્યા. મારી પંચાયતમાં 4 લોકો ઊભા હતા. 33માંથી 11 વોટ તો મારા પરિવારના જ છે, આ ઉપરાંત 20-20 વોટ મારા અમુક મિત્રોના છે.

 

પોતાની હારનું કારણ બતાવતા ઓમપ્રકાશે જણાવ્યું કે, આ બધું નશાના કારણે થયું છે. હું હંમેશા નશાની વિરોધમાં રહ્યો છું. એટલા માટે મેં દારૂ વહેંચ્યો નથી. પણ આપણા દેશમાં લોકો આજે પણ આ બધાને જોઈને વોટ આપે છે. હાલમાં દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે, પણ ભારતમાં હજુ પણ જૂનો વિચાર છે. આ જ કારણથી કદાચ મારે હારનો સામનો કરવો પડ્યો છે. તેમણે ચૂંટણીમાં પણ નશામુક્તિને પોતાનો મુદ્દો બનાવ્યો હતો.

 

જો ઇન્સ્ટાગ્રામ પર જોઈએ તો, તેમને 1.4 મિલિયન એટલે કે, 14 લાખ ફોલોઅર્સ છે. જ્યારે 2.32 લાખ ફોલોઅર્સ ફેસબુક પર છે. આ ઉપરાંત તેમને યૂટ્યૂબ પર પણ 5 લાખથી વધારે સબસ્ક્રાઇબર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *