પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લઈને આશરે 4.15 લાખ ખેડૂતોનું રૂ. 2 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કર્યું છે, જેના કારણે ગુજરાત સરકાર સામે મોટો સવાલ ઉભો થયો છે. મહારાષ્ટ્રના આ પગલાથી ગુજરાત સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કારણ કે ગુજરાતમાં સરકારે ખેડૂતોને માત્ર 2 ટકા વ્યાજ રાહત આપીને સંતોષ માનવા મજબૂર કર્યા છે.રાજ્યમાં ઓછા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ડેમોના જળસ્તર નીચે ઉતરી ગયા છે, જેનાથી સિંચાઈના પાણી વિના રવિ સિઝન સામે મોટું…
