મહાનગરપાલિકાના મોંઘાદાટ ભજીયા, શહેરમાં કજીયા, પ્રજાના પૈસાના ઉડયા ધજિયા,

Spread the love

મહાનગરપાલિકામાં પ્રજાના વેરાના પૈસાની ઉડાડણ સામાન્ય સભાના નાસ્તામાં 1 લાખ રૂપિયાનું ભજિયાનું બિલ બજારભાવ કરતાં 5 ગણા વધુ ભાવ ચૂકવાતા ભારે રોષ ચંદી પડવા પર…

મહાનગરપાલિકામાં પ્રજાના વેરાના પૈસાની ઉડાડણ

 

સામાન્ય સભાના નાસ્તામાં 1 લાખ રૂપિયાનું ભજિયાનું બિલ

 

બજારભાવ કરતાં 5 ગણા વધુ ભાવ ચૂકવાતા ભારે રોષ

 

ચંદી પડવા પર ખવાતી ‘ઘારી’નું બિલ માત્ર 20 હજાર

નસ્તાને લઈને મનપામાં સર્જાયો ભારે વિવાદ

 

સુરત મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં નગરસેવકો અને અધિકારીઓ માટે મંગાવવામાં આવેલા નાસ્તાને લઈને ભારે વિવાદ સર્જાયો છે,

 

સુરત મહાનગરપાલિકામાં પ્રજાના કરવેરાના પૈસાનો કેવો બેફામ વેડફાટ થઈ રહ્યો છે તેનું વધુ એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. તાજેતરમાં પાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં નગરસેવકો અને અધિકારીઓ માટે મંગાવવામાં આવેલા નાસ્તાને લઈને અત્યારે ભારે વિવાદ સર્જાયો છે. સભામાં હાજરી આપનાર મહાનુભાવો માટે ખાસ ભજીયા મંગાવવામાં આવ્યા હતા, જેનું બિલ જોઈને ખુદ સુરતીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

સામાન્ય રીતે બજારમાં સારામાં સારા ભજીયા 250 થી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હોય છે. પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ જ ભજીયા આસમાની ભાવ એટલે કે પ્રતિ કિલો 750 રૂપિયાના તોતિંગ ભાવે ખરીદવામાં આવ્યા છે! સામાન્ય સભામાં આશરે 131 કિલો જેટલા ભજીયાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેના કારણે માત્ર ભજીયાનું જ કુલ બિલ અંદાજે 1 લાખ રૂપિયાની જંગી રકમ પર પહોંચી ગયું છે. આ વાસ્તવિક બજાર કિંમત કરતાં લગભગ 5 ગણું વધારે છે.

 

વિવાદ એટલા માટે પણ વકર્યો છે કારણ કે થોડા દિવસો પહેલા જ ચંદી પડવા પર્વ નિમિત્તે સુરતની પ્રખ્યાત ‘ઘારી’ પણ ખાવામાં આવી હતી, જેનું અસલી બિલ માત્ર 20 હજાર રૂપિયા આસપાસ જ થયું હતું. એક તરફ સુરતીઓની પ્રિય ઘારીનું બિલ સામાન્ય રહ્યું, તો બીજી તરફ માત્ર સાદા ભજિયાનું બિલ સીધું 1 લાખ રૂપિયા પર પહોંચી જતાં અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

એક તરફ પાલિકા દ્વારા વિકાસના કામોમાં કે કરકસરની વાતો કરવામાં આવે છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસાથી આ પ્રકારે મોંઘી મિજબાનીઓ માણવામાં આવતી હોવાથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવું એ રહ્યું કે વિપક્ષના વિરોધ બાદ પાલિકા તંત્ર આ બેફામ ખર્ચ અંગે શું સ્પષ્ટતા કરે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *