ધનતેરસે 113 યુવાનોના ભાગ્ય ચમક્યા! હર્ષ સંઘવીએ આપી સરકારી નોકરીની મોટી ભેટ, 2.10 લાખ ભરતીનું મહાઐલાન!

Spread the love

ધનતેરસના પર્વે ગુજરાતના 113 યુવાનો માટે સરકારી નોકરીનું સપનું સાકાર થયું છે. ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સીધી ભરતીથી પસંદ થયેલા DYSO, ક્લાસ-3ના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સચિવાલયના 64 સેક્શન અધિકારીઓને બઢતી આપીને દિવાળીના તહેવાર પહેલાં સરકારી કર્મચારીઓને ખુશખબર આપવામાં આવી છે.

 

દિવ્યાંગ ઉમેદવારોને પણ સરકારી નોકરીની તક આ ભરતીમાં સામાન્ય પ્રક્રિયા હેઠળ પસંદ થયેલા 87 ઉમેદવારો ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશમાં પસંદ થયેલા 26 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આમ, કુલ 113 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. નવા અધિકારીઓ માટે આ નિમણૂક માત્ર સરકારી નોકરી નહીં, પરંતુ સચિવાલયમાં વહીવટી જવાબદારી સંભાળવાની નવી શરૂઆત બની છે.

10 વર્ષમાં 2.10 લાખથી વધુ ભરતીનું આયોજન કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સરકારી ભરતી અંગેના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2024થી 2033 દરમિયાન રાજ્યમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની અંદાજે 2.10 લાખથી વધુ જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું આયોજન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014થી 2023 દરમિયાન રાજ્યમાં કુલ 1,79,424 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી અને 92.95 ટકા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ભરતી કેલેન્ડર તૈયાર કરવાથી યુવાનોને પરીક્ષાની તૈયારી અને કારકિર્દીનું આયોજન કરવામાં સરળતા રહે છે.

 

દાહોદથી બનાસકાંઠા સુધીના યુવાનો સચિવાલયમાં પહોંચ્યહર્ષ સંઘવીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, દાહોદ જેવા અંતરિયાળ વિસ્તાર તેમજ બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા નાનાં ગામોના યુવાનો પણ પોતાની મહેનત અને યોગ્યતાના આધારે સચિવાલયમાં DYSO જેવા મહત્વના પદ પર પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભરતીમાં કોઈ ભલામણ કે લાગવગ નહીં, પરંતુ માત્ર પ્રતિભા, યોગ્યતા અને મહેનતને જ સ્થાન આપવામાં આવે છે.

નવનિયુક્ત અધિકારીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, તેમની આ સફળતા પાછળ માતા-પિતાનો વર્ષોનો સંઘર્ષ અને સમર્પણ રહેલું છે. જીવનમાં આગળ વધ્યા બાદ પણ પોતાના વતન અને માતા-પિતાને ભૂલવા નહીં તેમજ સરકારી સેવામાં પૂરી નિષ્ઠાથી કામગીરી કરવી જોઈએ.

 

ફાઇલોના સમયસર નિકાલ માટે મુખ્ય સચિવની સૂચના રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસે પણ નવા અધિકારીઓને વહીવટી જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારી કામગીરીમાં મેરિટ અને પારદર્શિતા જાળવવી જરૂરી છે. સરકારની યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચે તે માટે કર્મચારીઓએ ઝડપ, જવાબદારી અને નિષ્ઠા સાથે કામ કરવું જોઈએ. કોઈપણ ફાઇલ કે અરજીનો સમયસર નિકાલ થાય અને નાગરિકોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવે તે બાબતને પ્રાથમિકતા આપવા તેમણે સૂચના આપી હતી. કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગનાં અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *