સોમનાથ,07 નવેમ્બર (હિ.સ.) તાલુકા કાનૂની સેવા સમિતિ અને કોડીનાર પોલીસ સ્ટેશન શી ટીમ દ્વારા અંબુજા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત SEDI માં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે કેન્સર રોગ અંગે જનજાગૃતિ ફેલાવવા તેમજ કેન્સરના વિવિધ પ્રકારો, તેના પ્રારંભિક લક્ષણો, કેન્સર થવાના સંભવિત કારણો, નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન ઉપરાંત મહિલા સુરક્ષા વિષય પર માર્ગદર્શન આપતાં મહિલાઓ અને દીકરીઓને તેમના કાનૂની અધિકારો, સ્વરક્ષણ, સાયબર સુરક્ષા, છેડતી સામે કાયદાકીય જોગવાઈઓ, ઘરેલુ હિંસાથી રક્ષણ તથા જરૂરિયાતના સમયે પોલીસની મદદ કેવી રીતે મેળવવી તે અંગે સમજ આપવામાં આવી હતીમહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગની SHE Teamની કામગીરી, મહિલા હેલ્પલાઇન નંબર 181, પોલીસ ઇમરજન્સી હેલ્પલાઇન 112 અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.આ તકે she ટીમ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ એસ.ડી મોરી, સંગીતાબેન, હર્ષાબેન તેમજ શી ટીમ સ્ટાફ કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ ઇન્દ્રજીત વાળા,દિલીપ શિયાળ, ભાવના પરમાર, મનાલી સોલંકી, વૈશાલી પરમાર તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.