થાક, ચક્કર અને નબળાઈ રહેશે દૂર! ઘરના જ સામાનથી બનાવો આ ‘હેલ્ધી’ અને ‘ટેસ્ટી ચટણી’

Spread the love

શરીરમાં લોહીની અછત હોવી એ એક સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને મહિલાઓ હિમોગ્લોબિનની ઊણપથી વધુ પરેશાન રહે છે. આના કારણે પછી તેમને થાક, અશક્તિ, ચક્કર આવવા અને સુસ્તી અનુભવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 

આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે, તમે તમારા ખાનપાનમાં સુધારો કરીને, ખાસ કરીને આહારમાં આયર્નથી ભરપૂર ચીજોને જોડીને નેચરલ રીતે પણ હિમોગ્લોબિન વધારી શકો છો.બસ આ માહિતીમાં હેલ્થ એક્સપર્ટે શરીરમાં લોહી વધારવા માટે એક ખાસ ચટણીની રેસિપી બતાવી છે.

 

આ ચટણી બનાવવા માટે શું કરવું?

 

એક કપ તાજો મીઠો લીમડો

બે મોટી ચમચી શેકેલા સફેદ તલ

ગોળનો એક નાનો ટુકડો

એક નાની ચમચી લીંબુનો રસ

સ્વાદાનુસાર સેંધા નમક

કેવી રીતે બનાવવી ચટણી?

 

ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક પૅનમાં મીઠા લીમડાને હળવી રીતે શેકી લો. તેને ત્યાં સુધી પકાવો, જ્યાં સુધી તે થોડા ક્રિસ્પી ન થઈ જાય.

હવે, શેકેલા મીઠા લીમડાને મિક્સરમાં નાખો. તેમાં શેકેલા તલ, ગોળ, લીંબુનો રસ અને સેંધા નમક મિક્સ કરો. બધી ચીજોને સારી રીતે પીસી લો.

તમે તમારી જરૂરિયાત મુજબ થોડું પાણી નાખીને ચટણીની ઘટ્ટ કે પાતળી કન્સીસ્ટન્સી તૈયાર કરી શકો છો.

આટલું કરતાં જ તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચટણી બનીને તૈયાર થઈ જશે.

સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે આ ચટણી?

 

મીઠા લીમડામાં આયર્ન સહિત અનેક પોષક તત્વો મળી આવે છે. ‘તલ’ પણ આયર્ન અને કેલ્શિયમનો સારો સ્રોત છે. ગોળમાં પણ થોડી માત્રામાં આયર્ન હોય છે. લીંબુમાં રહેલું વિટામિન C આયર્નને શરીરમાં વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. આ રીતે ચટણીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ રોજ ઓછામાં ઓછી 3 ચમચી આ ચટણી ખાવાની સલાહ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *