એ.આર.ટી.ઓ. કચેરી ગાંધીનગર દ્વારા વાહનની પસંદગીના નંબર માટે ઓનલાઇન ઓક્શનમાં અરજી તા. ૦૧ થી ૦૪ સપ્ટેમ્બર દરમિયાન કરી શકાશે

Spread the love

એ.આર.ટી.ઓ,, કચેરી દ્વારા ટુ-વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ 18 – DM-0001 થી 9999 નું ઓકશન કરવામાં આવશે. આ ઓકશન માટે ઓનલાઇન અરજી તા. ૦૧ થી ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ દરમ્યાન કરી શકાશે. તેમજ ઇ-ઓક્શનનો બિડિંગ કરવાનો સમયગાળો તા. ૦૫ થી ૦૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ને રાત્રિના ૧૨.૦૦ કલાક સુધી રહેશે, તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગાંધીનગરે જણાવ્યું છે.
સહાયર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું છે કે, ઓનલાઇન ઓકશનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. અરજદારને વેબસાઇટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતોવખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે. આ ઉમેરો રુપિયા ૧ હજારના ગુણાંકમાં વધારવાનો રહેશે.
વધુમાં જણાવ્યું છે કે, ઓનલાઇન ઓક્શનમાં ભાગ લેનાર અરજદારની જવાબદારીઓ-ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનાર અરજદારે મુખ્ય કામગીરી કરવાની રહેશે. આ માટે http://vahan.parivahan.gov.in/fany/ પર નોંધણી, યુઝર આઇ.ડી.પાસવર્ડ તૈયાર કરવાનો રહેશે. તેમજ વેબસાઈટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો.આ માટેની વિગતવાર સૂચનાઓ APPENDIX-A ઉપર આપવામાં આવી છે. (જે કચેરીના નોટીસ બોર્ડ અને રજીસ્ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે.) ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર માટે સિલ્વર નંબર તથા ગોલ્ડન નંબર માટે જરૂરી (Base price) ચુકવવાની રહેશે. હરાજીની પ્રકિયામાં સફળ થયેલ અરજદારને સફળ ગણી બાકીના નાણાં-દિન ૫ (પાંચ)માં જમા કરવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો રકમ (Base price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે. ઓનલાઈન ઓક્શન દરમ્યાન અરજદારે આરબીઆઇ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે.
હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારને પરત નાણાંની ચૂકવણી હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે, Net Banding, credit/Debit card થી ચુકવણું કર્યું હશે તો તે જ Mode થી નાણાં અરજદારના ખાતામાં SBI- epay દ્વારા પરત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com