GJ-18 મનપાનાં કમિશ્નર દ્વારા સુચના આપવામાં આવી કે ઘરેથી જે ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવે છે .તેમાં સુકો અને ભીનો કચરો અલગ કરવામાં આવે નહીંતર કચરો ઉપાડવામાં નહીં આવે , જેના કારણે સેક્ટરો થી લઈને ન્યુ -GJ-18 માં કચરા ની ગાડીઓ અને રહીશો સામ-સામે આવી ગયા છે.ભારે GMC દ્વારા એક ડસ્ટબીન આપવામાં આવી હતી .જે પાંચ વર્ષથી વધારે સમય થઈ ગયો છે. ત્યારેGMC દ્વારા કોઈ ડસ્ટબીન આપવામાં આવી નથી.ત્યારે સુકો ભીનો કચરો અલગ રાખવાની પણ અલગ ડોલ હોવી જરૂરી છે. તયારે ફક્ત ટેક્સના ઉઘરાણા કરવા અને સેવાના નામે મીંડું હોય તો પ્રજા શા માટે ટેક્સ ભરે તેવું પણ અંકીત બારોટે જણાવ્યું હતું .
ડોર ટુ ડોર કચરાના ઉઘરાણા નથી કરતા તેના થી વધારે ટેક્સ ભરવામાં અને ટેક્સ ઉઘરાવવા માં ઉતાવળ કરી રહ્યા છો,અને જે ટેક્સ ભરવામાં વિલંબ થાય તો ૧૮ % લેખે વ્યાજ વસુલવાનું શુ તે યોગ્ય છે .ત્યારે પૂર્વ નગર સેવક અંકિત બારોટે ચીમકી ઉચ્ચારીને જણાવ્યું હતું કે ,ડોર ટુ ડોર ના કર્મચારીઓ દ્વારા હાલમાં ઘરે થી કચરો ન લેવાના કારણે પ્રજાને ભારે હાલાકી અને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી, કચરાનાં નિકાલની કામગીરી રાબેતા મુજબ કરવામા આવે અને ભીનાં – સુકો કચરો માટે નવી ડસ્ટબીન આપવામાં આવે. પછી,સુકો – ભીનો કચરાનાં નિયમો અને કાયદાઓ કડક કરો . જાે આ સંદર્ભે ત્વરિત ર્નિણય લેવામાં નહિ આવે તો વસાહતીઓ મુખ્ય રોડ રસ્તા પર કચરો ફેંકીને ઉગ્ર વિરોધ કરશે તેવું પણ પૂર્વનગરસેવકે જણાવ્યું હતુ.