દિવાળીએ ફાયર વિભાગ એલર્ટ મોડમાં! મેયરે કરી તૈયારીઓની સમીક્ષા, ઈમરજન્સી માટે ત્વરિત રેસ્ક્યૂના આદેશ!

Spread the love

ગાંધીનગર મનપાના મેયર રૂપસિંગ ઠાકોરે દિવાળી પર્વને અનુલક્ષીને મનપાના ફાયર વિભાગની મુલાકાત લઈ સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરી હતી.

 

તહેવારોમાં આગજની કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગને સાવચેતી રાખવા અને ઇમરજન્સીની કોઇપણ સ્થિતિમાં તત્કાલ રેસ્ક્યુ હાથ ધરવા સૂચના આપી હતી. મેયરે તાજેતરમાં જ એક નાગરિકનો જીવ બચાવવાની કામગીરીમાં ઘાયલ ફાયર જવાનોની મુલાકાત લઈ તેમની ફરજનિષ્ઠાને બિરદાવી હતી.

શહેરમાં 5 નવેમ્બરે આપઘાત કરવા જતી એક વ્યક્તિને બચાવવા ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જવાનોએ પોતાના જીવના જોખમે એ નાગરિકનો જીવ બચાવ્યો હતો. આ જોખમી કામગીરીમાં ફાયરના કેટલાક કર્મચારી ઘાયલ થયા હતા. મેયર રૂપસિંગ ઠાકોરે ઘાયલ જવાનોની રૂબરૂ મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

 

દિવાળી પર્વ દરમિયાન ફટાકડા ફોડવાની પ્રવૃત્તિઓને કારણે આગજનીની ઘટનાની શક્યતા હોવાથી ફાયર વિભાગની વધતી જવાબદારીને ધ્યાને રાખી મેયરે અધિકારી-કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી.

 

શહેરમાં કોઈપણ સ્થળે આગ કે આપાતકાલીન ઘટના બને તો ફાયર ટીમ તત્કાલ તે સ્થળે પહોંચી શકે અને રેસ્ક્યુમાં વિલંબ ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *