દિવાળીના ફટાકડાનો ધુમાડો રાજકોટની હવામાં ફેલાયો! શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. ફટાકડાના ધુમાડા અને વધતા પ્રદૂષણ વચ્ચે રાજકોટનું AQI લેવલ 314 પર પહોંચી ગયું છે. હવાની ગુણવત્તા ખરાબ થતાં નાગરિકોના સ્વાસ્થ્ય સામે ચિંતાનો માહોલ સર્જાયો છે. દિવાળીની ઉજવણી વચ્ચે સ્વચ્છ હવાનો સવાલ ઊભો થયો છે.
