વિકાસ પુરુષની વિકાસયાત્રામાં કાકાએ વટ પાડી દીધો, 1400 કરોડથી વધુના લોકાર્પણ ખાતમુહૂર્ત, gj 1, gj 18 જિલ્લામાં વિકાસ યાત્રામાં દાદા, કાકા, ફોઈ, ફુવા, પણ જોડાયા, મારી કારકિર્દીની શરૂઆત રામાપીરના ટેકરાથી થઈ હતી, ચૂંટણીના કાર્ડ ગલીમાં હું મતદારોને આપવા આવતો: અમિત શાહ

Spread the love

 

*ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૪૦૦ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમ યોજાયો*

 

*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપા સરકાર ગરીબ બાળકોને બાળપણમાં જ શિક્ષણ, વાંચન, આરોગ્ય અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરી હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*

 

*તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭ થી જ ગરીબોને ઝૂંપડાંની જગ્યાએ પોતીકું પાકું ઘર મળે તેવી મહત્વકાંક્ષી યોજના શરૂ કરી હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ*

 

*1 ડિસેમ્બર ૨૦૨૬ થી હેલ્પલાઇન નંબર “૧૦૩૩” પર કોલ કરી “ડ્રગ્સ ફ્રી” અને “નશામુક્ત ગુજરાત” માટે સામુહિક સંકલ્પબદ્ધ થવા આહવાન કરતા શ્રી અમિતભાઈ શાહ*

 

*૩૧ ડિસેમ્બર ૨૦૨૯ સુધી નશામુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી અમિતભાઈ શાહ*

 

*આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકાસને પર્વ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી હોવાનું જણાવતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

 

*આદરણીય વડાપ્રધાનશ્રી મોદીજીના માર્ગદર્શન અને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં નશામુક્ત ભારત માટે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ઝીરો ટોલરન્સની નીતિથી ભાજપા સરકાર કાર્યરત હોવાનું જણાવતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

————–

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આજરોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૪૦૦ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમ યોજાઈ ગયો હતો.

 

શ્રી અમિતભાઈ શાહે ગુજરાત તેમજ સમગ્ર દેશવાસીઓને દીપાવલી પર્વ તેમજ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આજે અંદાજિત રૂ. ૧,૪૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે રામાપીરના ટેકરા સાથે પોતાની સામાજિક અને રાજકીય કારકિર્દીની શરૂઆતની સ્મૃતિઓ વાગોળતાં જણાવ્યું હતું કે, તેમની જાહેરજીવનની સફરની શરૂઆત રામાપીરના ટેકરાથી થઈ હતી.

 

શ્રી શાહે ભૂતકાળની પરિસ્થિતિઓને યાદ કરતાં જણાવ્યું હતું કે, એક સમયે રામાપીરના ટેકરા વિસ્તારમાં પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી, ગટરનું પાણી ખુલ્લા નાળામાં વહેતું હતું, રોગચાળાનું પ્રમાણ અત્યંત વધારે હતું અને બાળકોના શિક્ષણ માટે પણ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. આવી વિકટ પરિસ્થિતિને બદલવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ‘ઝૂંપડપટ્ટીની સામે ઘરનું ઘર’ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. સમયાંતરે આ યોજનામાં અનેક સુધારા અને વિસ્તરણ કરવામાં આવ્યાં છે, જેના પરિણામે આજે રામાપીરના ટેકરાના અંદાજિત ૫૫ હજાર લોકોને ખાનગી ફ્લેટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતાં આવાસો ઉપલબ્ધ થવા જઈ રહ્યાં છે.

 

શ્રી શાહે કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૪૭થી ૧૯૯૦ સુધી દેશ અને ગુજરાતમાં શાસન કરનાર કોંગ્રેસે ક્યારેય રામાપીરના ટેકરા જેવા વિસ્તારોની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે ગંભીરતાથી ધ્યાન આપ્યું નહોતું. આજે અહીંની નવી પેઢીને બાળપણથી જ શિક્ષણ, વાંચન, આરોગ્ય અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને જીવનની પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરશે.

 

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની તમામ શાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. અમદાવાદની ઝૂંપડપટ્ટીઓ નાબૂદ કરીને તે જ સ્થળે લોકોને ‘ઘરનું ઘર’ આપવાની મહત્વાકાંક્ષી યોજના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી, જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત આગળ ધપાવી છે. આ જનકલ્યાણકારી કાર્ય બદલ તેમણે રાજ્ય સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા.

 

આ પ્રસંગે બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પમ્પ હાઉસ, જાસપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, આજના વિકાસકાર્યો સહિત છેલ્લા સાત વર્ષ દરમિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ અંદાજિત રૂ. ૨૫ હજાર કરોડનાં વિવિધ વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં છે અથવા પ્રગતિ હેઠળ છે.

 

શ્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ અને ભારત સરકારના ગૃહ વિભાગની સંયુક્ત બેઠકમાં ગુજરાતને “ડ્રગ્સ ફ્રી” અને “નશામુક્ત ગુજરાત” બનાવવા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા “૧૦૩૩” ડાયલ ફ્રી – હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેનો અમલ આગામી ૧ ડિસેમ્બરથી ૨૦૨૬થી શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના કોઈપણ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવે તો નાગરિકો આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકશે. આવી ફરિયાદોના આધારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલશે.

 

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ માફિયાઓ સુધી માત્ર ત્રણ કલાકમાં પહોંચી શકાય તેવી વૈજ્ઞાનિક અને આધુનિક વ્યવસ્થા ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના માધ્યમથી ડ્રગ્સના નેટવર્ક સામે ઝડપી કાર્યવાહી કરીને ગુજરાતને નશામુક્ત બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. શ્રી શાહે કહ્યું કે આ નશો આપણા દેશના નવયુવાનો અને આપણી આવનાર પેઢીને ખોખલા કરવાનું કાર્ય કરે છે. આ નશો દેશના ભવિષ્યને બરબાદ કરવાનું કાર્ય કરે છે. ડ્રગ્સનો નશો નવયુવાનોને સ્વાસ્થ્યની બરબાદી, તેમજ વિચારવાની ક્ષમતાને ખતમ કરે છે. આ નશા વેચાણના પૈસાથી દેશમાં આતંકવાદ ફેલાવવાનું કાર્ય થાય છે. શ્રી શાહે સૌને નશામુક્ત દેશ માટે સામુહિક સંકલ્પબદ્ધ થવા આહ્વાન પણ કર્યું હતું તેમજ કહ્યું કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૯ સુધી નશામુક્ત ભારતની રચના કરવાનું કાર્ય સૌએ સાથે મળીને કરવાનું છે. પરંતુ, ગુજરાતને ૨૦૨૯ સુધી રાહ નથી જોવાની ગુજરાત ૩૧ ડિસેમ્બર ૨૦૨૮ સુધી નશામુક્ત થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. “ડ્રગ ફ્રી ગુજરાત”, “ડ્રગ ફ્રી ભારત” બનાવવાનું માટે સૌએ કટિબદ્ધ બનવું જરૂરી છે. કાળી ચૌદશના દિવસે આ શરૂઆત એટલા માટે કરી હતી કારણ કે આવનાર દિવસોમાં ડ્રગ વેચાણ કરનાર લોકો માટે ડ્રગ વેચવું હવે કાળો દિવસ બની જશે તે પ્રકારની વ્યવસ્થાઓથી ગુજરાત સરકાર અને ભારત સરકાર સુસજ્જ છે. શ્રી શાહે અંતે સૌને અપીલ કરતા કહ્યું હતું કે ડ્રગ ફ્રી ભારત બને તે પહેલા ડ્રગ ફ્રી અમદાવાદ અને ડ્રગ ફ્રી ગુજરાત બનાવવાની કાર્યવાહી સૌએ સાથે મળીને કરવાની છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌ નાગરિકોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, યશસ્વી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકાસને પર્વ તરીકે ઉજવવાની શરૂ કરાવેલી પરંપરાનું ઉત્તમ ઉદાહરણ આજનો કાર્યક્રમ છે. આજે દીપોત્સવ સાથે વિકાસોત્સવ પણ ઉજવાય છે. દિવાળીના પર્વ સાથે કર્મઠ અને લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે વિકાસની ભેટ આપી દિવાળી ઉજવી છે. પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ તાજેતરમાં વિકાસને લઈને ખૂબ સરસ વાત કરી, જીવનમાં નવી સુવિધા મળે ત્યારે તહેવારોના આનંદમાં વધારો થાય છે. તહેવારોના આ દિવસોમાં આશરે રૂ. ૧૪૦૦ કરોડના લોકાર્પણ અને ખાતમુહર્ત થયા છે. આપણા સૌની આતુરતાનો અંત થયો છે કારણ કે, કર્ણાવતી ક્લબ જંક્શનથી સરખેજ ફ્લાય ઓવરની લોકો રાહ જોઈ રહ્યા હતા તેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. શ્રી અમિતભાઈ શાહના સફલ નેતૃત્વએ દેશના દરેક નાગરિકની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપ્યું છે. આદરણીય શ્રી મોદીજીના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં નશામુક્ત ભારત બનાવવા માટે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરવાની નેમ છે. શહેરીકરણ અને ગામડાઓના વિકાસના પરિણામે તાજેતરમાં જે રજૂ થયેલા વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા ૧૨ વર્ષમાં ભારતમાં લગભગ ૫૦ કરોડ લોકો ગરીબીરેખામાંથી બહાર આવ્યા છે.

 

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન, અમદાવાદ મેયરશ્રી હિતેશભાઈ બારોટ, સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી જિતેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી અંજુબેન શાહ, શ્રી કમલેશભાઈ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધી પાણી સહિત ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ/મહાનગરના અને જિલ્લા ભાજપાના પદાધિકારીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *