અમિત શાહના નિવાસસ્થાને શુભેચ્છકોનો જમાવડો, દિગ્ગજ નેતાઓથી લઈને કાર્યકરો સુધી સૌ ઉમટ્યા!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (કાકા)ના નિવાસસ્થાને આજે રાજકીય માહોલ જોવા મળ્યો હતો. તેમને શુભેચ્છા પાઠવવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા. આ દરમિયાન અનેક આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરીને શુભકામનાઓ પાઠવી હતી. દાદા અને ભત્રીજા સહિત પરિવારજનો દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન શુભેચ્છકોની અવરજવરથી નિવાસસ્થાને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.






