દેશમાં 500 રૂપિયાની નોટ બંધ કરવાની માગણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 500 રૂપિયાની નોટ બંધ કરવાની અપીલ કરી છે. તેમના મતે, મોટી કિંમતની નોટોનો ઉપયોગ ઘટાડીને 100 અને 200 રૂપિયાની નોટો તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાથી ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવામાં મદદ મળી શકે છે.
‘500 રૂપિયાની નોટ બંધ કરી દો…’ કયા રાજ્યના મુખ્યમંત્રીએ PM મોદીને કરી અપીલ? જાણો શું છે કારણ
દેશમાં 500 રૂપિયાની નોટ બંધ કરવાની માગણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 500 રૂપિયાની નોટ બંધ કરવાની અપીલ કરી છે. તેમના મતે, મોટી કિંમતની નોટોનો ઉપયોગ ઘટાડીને 100 અને 200 રૂપિયાની નોટો તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાથી ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવામાં મદદ મળી શકે છે.
500 રૂપિયાની નોટ બંધ કરવાની માગ કેમ કરી ના અહેવાલ અનુસાર, અમરાવતીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંદ્રબાબુ નાયડુએ આ માગણી કરી હતી. તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો અંગે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાજકારણમાં વધી રહેલા પૈસાના પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જનપ્રતિનિધિઓનો મુખ્ય ઉદ્દેશ્ય પૈસા કમાવવાનો નહીં, પરંતુ લોકોની સેવા કરવાનો હોવો જોઈએ. નાયડુએ ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ કરન્સીને પણ પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.
રાજકારણમાં પૈસાનો પ્રભાવ ઓછો થવો જોઈએ
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોકડ વહેંચવાની ઘટનાઓ ઓછી થવા છતાં ગઠબંધનને મોટી જીત મળી છે. આ દર્શાવે છે કે લોકો વિકાસ અને જનસેવાના આધારે પણ રાજકીય પક્ષોને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે તેઓ 500 રૂપિયાની નોટ બંધ કરવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન સમક્ષ આ માગણી કરતા રહેશે.
સ્થાનિક ચૂંટણીમાં ગઠબંધનને 58.90 ટકા મત
ચંદ્રબાબુ નાયડુએ ચૂંટણીનાં પરિણામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ગઠબંધનને 58.90 ટકા મત મળ્યા હતા, જ્યારે YSRCPને 33.56 ટકા મત મળ્યા હતા. તેમણે દાવો કર્યો કે 28માંથી 27 જિલ્લાઓમાં ગઠબંધનને સફળતા મળી હતી. શહેરી વિસ્તારોમાં ગઠબંધનને 59.9 ટકા મત અને 94 ટકા જીતનો દર મળ્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને લોકોએ હિંસા તથા ગુંડાગીરીને નકારીને ગઠબંધનને સમર્થન આપ્યું હતું.
